તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ક્રિએટિવના મેનેજર કેસમાં માલ આપનાર-લેનાર વોન્ટેડ

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે દારૂ સાથે ત્રણની ધરપકડ કરી હતી

વાપી ટાઉન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ક્રિએટિવ કંપનીના મેનેજર સહિત ત્રણ લોકોની દારૂ સાથે ધરપકડ કરી હતી. જેમાં માલ આપનાર તેમજ મંગાવનાર વોન્ટેડ જાહેર કરાયા છે. વાપી ટાઉન પોલીસ શુક્રવારે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન દમણ તરફથી આવતી ઇનોવા કારમાં ચકાસણી કરતા એક બેગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી ચાલક સાહેબરાવ તાટકે અને ડાભેલ સ્થિત ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીના મેનેજર વેંકટરામન રામમુર્તી કડતુરની સાથે કંપનીમાં ક્વોલિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અભિષેક શર્માની ધરપકડ કરી રૂ.34,500નો દારૂ કબજે કરાયો હતો. આ કેસમાં પોલીસે માલ આપનાર તેમજ મંગાવનાર આરોપી સંદીપ અને અતુલ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો