કાર્યવાહી:વાપીથી ઝડપાયેલા જુગારધામમાં રાજકોટનો વોન્ટેડ ઝડપાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફ્લેટ ભાડે રાખી IPL મેચ પર સટ્ટો રમાડતા હતા

વાપીના ચલા સ્થિત પ્રમુખ ગ્રીન સોસાયટીના બી-1 ટાવરના ફ્લેટ નં.1002માં 1 ઓક્ટોબરના રોજ વાપી ટાઉન પોલીસે રેઇડ કરતા ક્રિકેટ ઉપર સટ્ટા બેટીંગ રમાડતા 6 આરોપી રંગેહાથ ઝડપાયા હતા. આરોપી મનન નાયક, જતિન નેલવાલ, અજય જ્ઞાનદેવ, અરવિંદ ચતુર્વેદી, અમીત નાયક અને અંકિત રામાણેની ધરપકડ કરી તેમની પાસેથી પોલીસે 77 મોબાઇલ, લેપટોપ, મોનીટર, પ્રિન્ટીંગ, 2 મોંઘી કાર સહિતના સાધનો સાથે રૂ.41.47 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસમાં રાજકોટનો એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો હતો. જ્યારે મંગળવારે ટાઉન પોલીસે વોન્ટેડ આરોપી અલાઉદ્દીન ઉર્ફે અલી નુરા કારીયાનીયા રહે.અમીનુર નહેરૂનગર આઝાદચોક વાડી શેરી રાજકોટની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...