મતદારોની લાઈન લાગી:વટારમાં રાત્રે 8 સુધી મતદાન ચાલુ રાખવાની ફરજ પડી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મતદાન મથકો હોવાથી મતદારોની લાઈન લાગી

વાપી તાલુકાના વટાર ગામમાં ચૂંટણી વિભાગે માત્ર બે જ મતદાન મથકો ઊભા કર્યા હતાં. અહી 2600થી વધુ મતદારો હોવા છતાં બે મથકોના કારણે મતદારોની લાઇન લાગી હતી. ખાસ કરીને દમણથી નોકરીમાંથી ગ્રામજનો પરત ફરી મતદાન માટે ઊભા રહેતાં લાંબી લાઇનો લાગી હતી.

પરિણામે ચૂંટણી વિભાગે રાત્રે આઠ વાગ્યા સુધી મતદાન ચાલુ રાખવાની ફરજ પડી હતી. માત્ર બે જ મતદાન મથકો તૈયાર કરાતાં ઉમેદવારો અને મતદારોમાં નારાજગી જોવા મળી હતી. પોલીસ વિભાગના ચુસ્તબંદોબસ્ત વચ્ચે રાત્રે 8 વાગ્યા સુધી મતદારોએ મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...