વાપી પાલિકા જાગી:જર્જરિત જનસેવા ગાર્ડનની મુલાકાત લીધી

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર્જરિત જનસેવા ગાર્ડનની મુલાકાત લીધી

વાપી પાલિકાના અનેક ગાર્ડન જર્જરિત બન્યાં છે. પાલિકા દ્વારા લાખોના ખર્ચે ગાર્ડનોનું નિર્માણ કરવામાં આવે છે,પરંતુ માવજતના અભાવે ગાર્ડનો બિનઉપયોગી છે. વાપી જનસેવા હોસ્પિટલ નજીકના જર્જરિત ગાર્ડનની વર્તમાન પાલિકાના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. બાળકોથી માંડીને સિનિયર સિટીજનોને તમામ સુવિધા મળે તે માટે જરૂરી નિર્દેશ પાલિકાના કર્મચારીઓને કર્યા હતાં.

વાપી પાલિકાની નવી ટીમ હાલ અનેક સ્થળોની મુલાકાત લઇ ગ્રાઉન્ડ પર સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક સ્થળો પાલિકાએ વિકસાવ્યાં છે પરંતુ દેખરેખ અને સારસંભાળના અભાવે શહેરીજનો માટે આ સ્થળો બિનઉપયોગી બન્યાં છે. વાપી જનસેવા હોસ્પિટલનો ગાર્ડન પર જર્જરિત બનતાં લોકો તેનો ઉપયોગી કરવાનું ટાળી રહ્યાં છે.

વાપીપાલિકા પ્રમુખ કશ્મીરા શાહ , ઉપપ્રમુખ અભય શાહ( નહાર) કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ , ચીફ ઓફીસર શૈલેષ પટેલ સાથે લખમ દેવ ગાર્ડન અને જનસેવા ગાર્ડનની સ્થળ પર જઇ સમસ્યા અંગેની માહિતી એકત્ર કરી હતી. આ પ્રશ્નોના નિકાલ કરવા માટેના જરૂરી સૂચન આપ્યા હતા. વાપીની જનતા માટે વધુમા વધુ સરસ સુવિધા મળી રહે તેના સતત પ્રયાસો કરવા માટે કટીબઘ્ઘતા નવી ચૂટાયેલ ટીમ રાખી રહી હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...