પશ્રિમ રેલેવેના DRUCC સભ્યોમાંથી પશ્ચિમ રેલવેના ZRUCC સભ્યની ચૂંટણી માટે સુરત,વાપી અને મુંબઇના પ્રતિનિધિએ ઉમેદવારી નોંધાવી હતી.
પશ્ચિમ રેલવેના DRUCC સભ્ય તરીકે વાપી વીઆઇએના જોય કોઠારીની નિમણૂંક કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ZRUCC સભ્ય તરીકે જોય કોઠારીએ ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે સુરતથી ગણપત ભંસાલી,મુંબઇ ભાયંદરથી કલ્પના માત્રાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં વાપી વીઆઇએના જોય કોઠારીને 13માંથી 8 મતો મળતાં રેલવેના ઉચ્ચ અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતાં.
વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ,સેક્રેટરી સતિષ પટેલ,કલ્પેશ વોરા સહિત વીઆઇએની ટીમે જોય કોઠારીને શુભેચ્છા પાઠવી હતી. તેઓ હવે VIAના પ્રતિનિધિ તરીકે પશ્ચિમ રેલવેના ZRUCC અને DRUCC બંને પદ સંભાળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.