તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:વટવા, અંકલેશ્વરને પણ વાપીના હવા પ્રદૂષણની ઓવરટેક: AQI 255 થયો

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હજુ ઠંડી બરાબર જામી નથી તે પહેલા જ હવા પ્રદૂષણની માત્રામાં વધારો

વાપીમાં શિયાળાના પ્રારંભ સાથે હવા પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. શિયાળાના પ્રારંભના દિવસોમાં વાપી જીઆઇડીસી વિસ્તારમાં એર કવોલિટી ઇન્ડેક્ષ (એકયુઆઇ) 200ની અંદર આવતો હતો, પરંતુ હાલ સ્થિતિ બદલાઇ છે. શનિવારે વાપી સેન્ટ્રલ ઓફ એકસીલન્ટ ખાતે કાર્યરત એર મોનિટરિંગના ડેટા મુજબ જીઆઇડીસી વિસ્તારમાં એકયુઆઇ 255 સુધી પહોંચ્યો હતો. એટલે કે હવા પ્રદૂષણમાં વધારો નોંધાયો છે. મહત્વની વાત છે કે હજુ કડકડતી ઠંડીની શરૂઆત થઇ નથી. અતિશય ઠંડી હજુ પડવાની બાકી છે.તે પૂર્વે જ હવા પ્રદૂષણમાં વધારોે થતાં આગામી દિવસોમાં સ્થિતિ હજુ ખરાબ થવાની પુરેપુરી સંભાવના છે. એકયુઆઇ 255 પર પહોંચતાં શ્વાસની બિમારીથી પિડાતા લોકોને તેની અસર થઇ શકે તેવું તબીબનો અભિપ્રાય છે. જેથી શિયાળામાં પ્રદૂષણ ઓકતા એકમો સામે જીપીસીબીની ટીમ મોનટિરંગ કરી કાર્યવાહી કરે તે જરૂરી છે. જોકે ઠંડી વધવાથી હવા પ્રદૂષણ પણ વધશે.

એકયુઆઇસ્થિતિ

લોકોને શું તકલીફ થઇ શકે

0થી 50સારી

શ્વાસ સરળતાથી લઇ શકાય છે

51થી 100સંતોષકારક

ખાસ કોઇને તકલીફ પડી શકે નહિ

101થી 200મધ્યમ

શ્વાસ લેવામાં સરળતા ન રહે

201થી 300ખરાબ

શ્વાસની તકલીફ, અસ્થમાના દર્દીને તકલીફ

300થી 400અતિ ખરાબ

આ વિસ્તારમાં પસાર થવુ મુશ્કેલ બની શકે

વટવામાં 243- અંકલેશ્વરમાં 147 AQI

ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર આવ્યા બાદ પણ કેટલાક શહેરો પ્રદુષણના મુદ્ે ચર્ચામાં રહે છે. શનિવારે વાપીનો એ કયુ આઇ 255 હતો.જેની સાથે વટવાનો એ કયુ આઇ 243 હતો. જે વાપીની નજીક જેટલો હતો. જયારે અંકલેશ્વરનો એ કયુ આઇ 147 હતો. એટલે કે શનિવારે વટવા,અંકલેશ્વર કરતાં પણ વાપીમાં હવા પ્રદુષણ વધુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો