કમુરતા:વાપી નગરપાલિકાની વિવિધ સમિતિની રચના 15 જાન્યુઆરી પછી કરવામાં આવશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પ્રમુખ-ઉપ્રમુખની વરણી બાદ હવે સામાન્ય સભામાં સમિતિની રચનાની પ્રક્રિયા થશે

વાપી પાલિકામાં પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી તથા કારોબારી અધ્યક્ષના નામની જાહેરાત થયા બાદ હવે વિવિધ સિમિતિની રચના કરવામા આવશે, પરંતુ 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમુરતા છે. જેના કારણે હવે નવી સમિતિની રચનાની પ્રક્રિયા 15 જાન્યુઆરી પછી હાથ ધરાશે એવી માહિતી પાલિકાના સુત્રો પાસેથી જાણવા મળી રહી છે. જો કે પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યોમાં સમિતિની રચનાને લઇ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

વાપી પાલિકા પ્રમુખપદે વોર્ડ નં. 9 ના કાશ્મીરા હેમલ શાહ,ઉપપ્રમુખ તરીકે અભય શાહની નિયુકિત કરવામાં આવી હતી. આ સાથે કારોબારી અધ્યક્ષ તરીકે મિતેશ દેસાઇના નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે પાલિકાની વિવિધ સમિતિની રચનાની પ્રક્રિયા માટે સામાન્ય સભા યોજાશે. હાલ 14 ડિસેમ્બરથી કમુરતા ચાલી રહ્યાં છે. જેથી મકરસંક્રાતિ બાદ એટલે કે 15 જાન્યુઆરી પછી નવી સમિતિની રચના થશે. ભાજપે 44માંથી 37 બેઠકો કબજે કરી છે.

વિવિઝધ વોર્ડમાં સૌ પ્રથમ વખત ચૂંટાઇને આવેલાં નગર સેવકોની સંખ્યા વધુ છે. જેથી નવી સમિતિમાં કોને મલાઇદાર સમિતિમાં સ્થાન મ‌ળશે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજી તરફ નવા શાસકો સામે વિવિધ અટકેલા પ્રોજેકટો પૂર્ણ કરવાના પડકારો છે.

પ્રમુખ,ઉપપ્રમુખે પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી કામગીરીનો પ્રારંભ કરી દીધો છે,પરંતુ કમુરતાના કારણે સમિતિની રચનામાં વિલંબ થશે. હાલ તો પ્રમુખ-ઉપપ્રમુખ અને જાહેર થયેલા કારોબારી અધ્યક્ષ તમામ ઉચ્ચ નેતાઓને મળી મુલાકાત કરી રહ્યા છે.

પ્રથમ તબક્કે પાણી, ડ્રેનેજના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ
પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ શહેરીજનોના પ્રશ્નો નવા શાસકો સમક્ષ આવી રહ્યાં છે. પાલિકાના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શરૂઆતના તબક્કે પાણી,ડ્રેનેજ અને આરોગ્યના લગતાં પ્રશ્નો આવી રહ્યાં છે. આ ત્રણ મુદા પર ધ્યાન કેન્દ્રિત નવા શાસકોએ કર્યું છે. કેટલા પ્રશ્નો ઉકેલાશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...