તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:વાપીના યુવકે પત્નીના વિરહમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 માસ અગાઉ પત્નીએ પણ આપઘાત કર્યો હતો

વાપી રોહિતવાડમાં રહેતા 36 વર્ષીય યુવકે ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માત મોત નોંધી છે.

વાપી કચીગામ રોડ ઉપર આવેલ રોહિતવાડમાં રહેતા ઉમેશભાઇ છનાભાઇ રોહિત ઉ.વ.36એ સોમવારે મોડી રાત્રે 3 વાગે ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા મૃતકના પિતા છનાભાઇએ આ અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશને ઉતારી પીએમ માટે ચલા સીએચસી હોસ્પિટલમાં મોકલી આપઘાત પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવક છેલ્લા ઘણાં સમયથી માનસિક તાણમાં રહેતો હતો. ફેબ્રુઆરી માસમાં તેમની પત્નીએ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધા બાદથી તે ટેંશનમાં રહેતા હોવાની ચર્ચા ચાલી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પત્નીના મોતના ચાર માસની અંદર જ પતિએ પણ આપઘાત જેવું પગલુ ભરતા સમગ્ર સમાજમાં શોકની કાલીમા ફરી વળી હતી. ટાઉન પોલીસે મૃતકના સંબંધીઓના નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...