હોળી હોય કે દિવાળી કે પછી અન્ય કોઇ તહેવાર વાપીના સેવાભાવી યુવક કિરણ રાવલ દરેક વાર તહેરવો રખડતાં અને શ્રમિક પરિવારની સાથે ગરીબ બાળકોને યાદ કરીને વાર તહેવાર મુજબના ઉપહાર લઇને પહોંચી જતો હોય છે. આ ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અને જરૂરી મદદ પણ કરતો રહે છે. કિરણ રાવલને હાલમાં ધોમધખતા તાપમાં જ્યા માણસ ઘરની બહાર નીકળવાનું ટાળે છે એવા સંજોગમાં નાના બાળકોને ઉઘાડા પગે જોતા કરૂણાના ભાવોથી ભરાઇ આવ્યા હતા.
વાપી સોશ્યિલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરણ રાવલ અને પંકજ પ્રસાદ તેમજ અન્ય સભ્યો એકવાર ફરી દેશનું ભવિષ્ય કહેવાતા એવા નાના બાળકો આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાપી હાઈવે તેમજ ગુંજન સર્કલ તથા કોપરલી સર્કલ તેમજ વાપી તેમજ આજુબાજુના વિસ્તારના દરેક રસ્તાઓ પર આ ગરમીમાં પગમાં ચપ્પલ પહેર્યા વગર ભીખ માંગતા જોવા મળ્યા હતા. બાળકોને મદદ કરવાના ઇરાદે સૌ પ્રથમ ગ્રુપના સભ્યોએ બાળકોને મળીને એમના પગના માપ મુજબ ચપ્પલ પહેરાવી ત્યાર બાદ બપોરનું ભોજન આપ્યું હતું.
આવી રીતે વાપીના દરેક અગ અલગ વિસ્તારમાં ભીખ માંગતા અને શ્રમિક પરિવારના અંદાજે 200થી વધુ બાળકોને પગમાં પહેરવા ચપ્પલ આપ્યા હતા. બાળકોને વ્યસનથી દૂર રહેવા અને વ્યસનથી થતા નુકસાન વિશે સમજાવ્યા હતા. બાળકોને સ્કૂલમાં જવા શિક્ષણ લેવા સમજાવ્યા હતા. જે બાળકો શિક્ષણ લેવા માંગતા હોય એવા બાળકોના માંબાપને પણ જરૂરી સમજ આપી હતી.
બાળકોને સ્કૂલમાં એડમિશન તેમજ સ્કૂલ ફી ભરવાની અને સ્કૂલ કીટ આપવાની બાંહેધરી પણ કિરણ રાવલ અને તેમની ટીમે આપી હતી. આ ટ્રસ્ટ ગ્રુપને બેસ્ટ NGO રત્ન એવોર્ડ પણ મળ્યો છે. આમ ટ્રસ્ટ ગ્રુપ છેલ્લા 4 વર્ષથી વાપી તેમજ આજુબાજુના વિસ્તારમાં નિસ્વાર્થ સમાજ સેવા કરી રહ્યું છે. ગરમીની સીઝન શરૂ થતાં પશુ પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તે માટે પક્ષીઘર અને ચણનું વિતરણ પણ દર વર્ષે કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.