તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:સાસરિયાના ત્રાસથી વાપીના યુવકનું બીલીમોરામાં ફાંસો ખાઇ આપઘાત

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દીકરાની અંતિમવિધિમાં ધમાલ કરવાની ધમકી આપતા પોલીસને રાવ

વાપી કુંભારવાડના શ્રેયા બિલ્ડીંગમાં રહેતા ગજબભાઇ સોલંકીએ 22 માર્ચે આંતલિયા પોલીસમાં ફરિયાદ કરી કે, તેમનો મોટો દીકરો કૃણાલ ઉ.વ.37ના લગ્ન 2017માં વિજલપોર નવસારી ખાતે ગીરીશની દીકરી એકતા સાથે થયા હતા. જે બાદ છોકરા સાથે ચારેક મહિના જ વાપી ઘરે રોકાઇ હતી અને પુત્ર આરવ થયો હતો. વહુના કહેવાથી કૃણાલએ બીલીમોરામાં ડેરીની દુકાન ખોલી ત્યાં ભાડે મકાન રાખતા ત્યાં પણ 6 દિવસ રહી બાળકને લઇ પિયરે ગઇ હતી.

પરંતુ પિયરપક્ષની ચઢામણીથી વહુ તેની સાથે રહેવા માંગતી ન હતી. જેથી અવારનવાર કૃણાલને ટોર્ચર કર્યા બાદ 28 ફેબ્રુ.એ એકતા તેના માતા-પિતા, ભાઇ-બહેન અને અન્ય માણસો સાથે પુત્રના ઘરે આવી ઝઘડો કરી ત્યાંથી સામાન ભરીને નીકળી ગઇ હતી.

તે બાદ તેના દીકરા આરવ સાથે વાત કરવા કે મળવા ન દેતા આઘાતમાં કૃણાલએ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધા હોવાનું પિતાએ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું. વહુ એકતા અને તેની માતા મીનાબેન, પિતા ગિરીશભાઇ તથા સાળો મિહિર, સાળી વિરલના ટોર્ચરીંગના કારણે જ પુત્રએ 22 માર્ચે ફાંસો ખાધા હોવાની શંકા જણાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બારમાની વિધિમાં ટોળું લાવી ધમાલની ધમકી
મૃતક કૃણાલના પિતાએ પોલીસમાં અરજીથી જણાવ્યું કે, 2 એપ્રિલે બારમાની વિધિ હોય તેની જાણ પુત્રના સાસરિયાને થતા ફોન કરેલ કે, વિધિમાં પિંડનું કામ તમારે કરવું નહી તે કૃણાલનો દીકરો જ કરશે. જો તમે એ વિધિ કરશો તો ટોળું લઇને આવી ધમાલ કરીશું. આ અંગે પોલીસને જાણ કરી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો