દુષ્કર્મની ફરિયાદ:વાપીની યુવતીને લગ્નની લાલચ આપી યુવકનું દૂષ્કર્મ

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બલીઠાના ઇસમ સામે દુષ્કર્મનો ગુનો

વાપી ટાઉન વિસ્તારમાં રહેતી યુવતીના છૂટાછેડા બાદ તે શાદી ડોટ કોમ સાઇટથી બલીઠાના યુવકના સંપર્કમાં આવતા યુવકે વારંવાર યુવતીને ભોગવ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતીએ યુવક સામે પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

વાપી ટાઉન પોલીસના હદ વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતીએ લગ્ન કર્યા બાદ થોડા સમય બાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. જે બાદથી તે એકલી ઘરે રહેતી હતી. એપ્રિલ 2022માં શાદી ડોટ કોમ સાઇટથી તે વાપી બલીઠા સ્થિત રાજનગર એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ બળદેવ મહેતા ઉ.વ.32 ના સંપર્કમાં આવી હતી.

વાતચીત બાદ બંને એક બીજાને મળતા થયા હતા. તે દરમિયાન ભાવેશ યુવતીને વાપી ચારરસ્તા સ્થિત હોટેલ આનંદ ઇનમાં લઇ જતો હતો. જ્યાં બંને અવારનવાર શારીરિક સંબંધ બાંધતા હતા. યુવતી તે માટે ના પાડતી ત્યારે ભાવેશ જણાવતો કે, લગ્ન તો કરવાના જ છે તો પછી સંબંધ કેમ બાંધી ન શકીએ. જોકે યુવતીને ઝટકો તો ત્યારે લાગ્યો હતો કે, જ્યારે ભાવેશે તેની સાથે લગ્ન માટે ના પાડી હતી.

માનસિક રીતે હેરાન યુવતીએ આખરે વાપી ટાઉન પોલીસ મથકનો સહારો લીધો હતો અને આરોપી ભાવેશ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળેલી માહિતી મુજબ ભાવેશના પણ લગ્ન બાદ છૂટાછેડા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...