તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબ દંપતીની સેવા:વાપીના પતિ-પત્નીએ મહારાષ્ટ્રમાં 17 હજારથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી, પુનાની હોસ્પિટલમાં ફરજ પર છે

વાપી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
તબીબ દંપતીની તસવીર - Divya Bhaskar
તબીબ દંપતીની તસવીર
 • પતિ મુંબઇમાં અને પત્ની પુનાની હોસ્પિટમાં ICUમાં સેવા આપે છે

વાપી શીતલકુંજ સોસાયટીમાં રહેતા ડો. િવશાલ ભટ્ટ અને ડો.સુમાલયાએ શહેરમાં પ્રથમ એમ.ડી. (ઇમરજન્સી મેડિસન) કર્યુ છે. ડો. વિશાલ મહારાષ્ટ્રની પનવેલ નવી મુંબઇની કોવિડ 19 હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર આપે છે. જયારે તેમના પત્ની ડો.સુમાલયા ત્રિપાઠી-ભટ્ટ પુના ડો. ડી.વાય.પાટિલ વિદ્યાપીઠ હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં ફરજ બજાવી રહ્યાં છે. ડો.વિશાલે અત્યાર સુધીમાં 12500 તથા ડો.સોમાલિયાએ 5500થી વધુ કોરોનાના દર્દીને સારવાર આપી છે. જેમાં સૌથી વધારે ક્રિટિકલ દર્દીઓનો સમાવેશ થાય છે.

હોમ કોરોન્ટાઇન ઓક્સિજન લેવલ ચેક કરી શકે છે
કોરોનાના કેસોમાં દર્દી છેલ્લી ઘડીએ સારવાર લેવા આવતાં મોતની સંખ્યા વધી રહી છે, પરંતુ હોમ કોરોન્ટાઇન દર્દી ઓક્સિજન લેવલ ચેક કરી છે. છ મિનિટ ચાલવા પહેલા અને પછી ઓક્સિજન લેવલ 94 હોવુ જોઇએ. જેમાં ફેરફાર આવે તો સારવારની તૈયારી કરવી જોઇએ.કોરોનામાં સીબીસી,સીઆરપી,ડી-ડાઇમર રિપોર્ટ જ મહત્વના હોય છે. બીજા ટેસ્ટો માત્ર નિરીક્ષણ માટે હોય છે. >ડો.વિશાલ ભટ્ટ, તબીબ, મુંબઇ

બીજી લહેરમાં સ્ટ્રેનો બદલાતા યુવાનો વધુ સંક્રમિત બન્યા
પ્રથમ લહેરની તુલનાએ બીજી લહેરમાં 45 કરતાં ઓછી વયના લોકો પણ સંક્રમિત બન્યાં છે. બીજી લહેરમાં કોરોનાના 6થી 7 સ્ટ્રેનો (ટાઇપ) જણાયા છે. જેમાં યુ.કે.સ્ટ્રેન વધારે છે. વસ્તીના ડેટા પ્રમાણે ભારતમાં વસ્તી વધુ છે. જેથી બીજી લહેરમાં યુવાનો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એક વ્યકિત માસ્ક પહેરે અને સામેનો વ્યકિત ન પહેરે તો બંનેને કોરોનાની સંભાવના છે. > ડો.સોમાલિયા ભટ્ટ,પુના,મુળ,વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો