તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતનુું પ્રતિનિધિત્વ:વાપીનાં વિદ્યાર્થીનું દિલ્લી રાજપથની પરેડનું સ્વપ્ન પૂર્ણ

વાપી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોલેજોમાં અભ્યાસ કરતાં એનએસએસ ( રાષ્ટ્રીય સેવા યોજના)ના વિદ્યાર્થીઓમાં ચોક્કસ લક્ષ્ય અને સ્વપ્ન હોય છે. વાપીના 20 વર્ષિય વિદ્યાર્થીનું પણ સ્વપ્ન દિલ્લી રાજપથમાં થતી પરેડમાં ભાગ લેવાનું હતું. વાપીના ચણોદ કોલોની ખાતે રહેતાં નિમેષ ધર્મેન્દ્રભાઇ સેવક જે.પી.શ્રોફ કોલેજ વલસાડ કોલેજમાં અભ્યાસ કરે છે. 26 જાન્યુઆરીએ ગુજરાતમાંથી 10 એનએએસએસના વિદ્યાર્થીઓની પરેડ માટે પસંદગી થઇ હતી. જેમાં નિમેષની પણ પસંદગી થતાં તેમણે પ્રજાસત્તાક દિને વડાપ્રધાનની હાજરી વચ્ચે પરેડમાં ભાગ લીધો હતોે. દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં નિમેષ સેવકે જણાવ્યુ હતું કે ત્રણ લેવલ પાસ કર્યા બાદ પરેડ સુધી પહોંચી શકાય છે.

કોલેજ,ઝોનલ લેવલ બાદ 600માંથી 56 વોલેન્ટરની પસંદગી થઇ હતી. ત્યારબાદ 9 દિવસના ઝોનલ કેમ્મમાં ગુજરાતમાંથી મારી પસંદગી થઇ હતી. વડાપ્રધાન,ખેલ મંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. વાપીનો વિદ્યાર્થી દિલ્હી રાજપથની પરેડમાં ભાગ લેતા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કોલેજ સ્ટાફ અને પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો