તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:વાપીની ધો.8ની વિદ્યાર્થિનીએ ગણિતની 150 દેશોની સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મિસ્તી શાહ - Divya Bhaskar
મિસ્તી શાહ
  • વિશ્વની સૌથી મોટી ઓનલાઇન ગણિતની સ્પર્ધામાં મિષ્ટી શાહે પણ ભાગ લીધો હતો

કોરોના કાળના કારણે હાલ પરીક્ષાઓ અને સ્પર્ધાઓ પણ ઓનલાઇન યોજાઇ રહી છે. ત્યારે વિશ્વ ગણિત દિન નિમિતે યોજાયેલી સ્પર્ધામાં કુલ 150 દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વાપીની મિષ્ટી શાહે કાંસ્યપદક જીતવામાં સફળતા મેળવી છે. ગણિતની ઓનલાઇન સ્પર્ધમાં સફળતા મેળવી હતી. વિશ્વ ગણિત દિન નિમિત્તે યુનિસેફ, ઑસ્ટ્રેલિયા દ્વારા સમર્થિત ગણિતશાસ્ત્ર દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ગેમ્સમાં વાપી સેન્ટરના વિદ્યાર્થીઓેએ ભાગ લીધો હતો. આ વિશ્વની સૌથી મોટી ઓનલાઇન ગણિતની સ્પર્ધા હતી.

જેમાં વાપીની મિષ્ટી ધર્મેશ શાહે કાંસ્ય પદક જીત્યો છે. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી ૧૫૦ દેશોના ૩.૫ મિલિયન સહભાગીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધા ગ્રેડવાઇઝ યોજાઇ હતી. મિષ્ટી શાહે ધોરણ-8 માં કાંસ્ય પદક જીત્યો હતો. જેને જૈન સમાજ દ્વારા બિરદાવામાં આવી હતી. અગાઉ પણ વિવિધ સ્પર્ધાઓમા મિષ્ટી શાહ સારો દખાવ કરી ચુકી છે. હાલ કોરોનાના કારણે અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા નથી . કોવિડ 19ની ગાઇડ લાઇનના કારણે હવે સ્પર્ધાઓ અને પરિક્ષાઓ ઓનલાઇન યોજવામાં આવી રહી છે.

મિષ્ટી શાહ અગાઉ પણ ઝળકી હતી
ચણોદ કોલોનીમાં રહેતી મિષ્ટી શાહના પિતા મેડિકલ સ્ટોર ચલાવે છે જયારે માતા એક સ્કુલ સાથે સંકળાયેલી છે. અગાઉ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં પણ મિષ્ટીએ અગ્રિમક્રમ પ્રાપ્ત કર્યો હતો. પહેલેથી ગણિત વિષયમા સારી પકડ ધરાવે છે. ગણિતની સ્પર્ધામાં નાના-મોટા અનેક એવોર્ડ મળી ચુકયાં છે. નાની ઉમંરમાં જ તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કયું છે.

અન્ય સમાચારો પણ છે...