હાલાકી:વાપીની સગીરા વારંવાર ઘરથી ભાગતા પરિવારજનો ચિંતામાં

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાની ફરિયાદના પગલે પોલીસ 3 વાર શોધી લાવી

વાપી જીઆઇડીસી પોલીસ હદ વિસ્તારમાં રહેતી એક 13 વર્ષીય સગીરા અવારનવાર ઘરથી ભાગી જતા પરિજનો કંટાળ્યા છે. પિતાએ ફરિયાદ કરતા ત્રણ વખત પોલીસ પણ તેને અલગ અલગ જગ્યાએથી શોધી લાવી છે. વાપી જીઆઇડીસી પોલીસના હદ વિસ્તારમાં રહેતી એક સગીરા છેલ્લા 2થી 3 મહિનામાં ત્રણ વખત ઘરથી ભાગી ચૂકી છે. જેને લઇ પિતાની ફરિયાદના પગલે પોલીસ લોકેશન શોધી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સગીરાને શોધી કાઢી વાલીઓને સોંપી ચૂકી છે. થોડા દિવસ પહેલા સગીરા ભીલાડ વિસ્તારમાં ફરતી મળી હતી. જ્યારે એક વાર વલવાડા નજીકથી પોલીસ તેને શોધી લાવી હતી.

મંગળવારે સગીરાનો પિતા ફરીવાર પોલીસ સ્ટેશને આવ્યો હતો અને દીકરી સુધરતી નથી તેમ જણાવ્યું હતું. માતા-પિતા કંપનીમાં નોકરીએ જતા હોય ઘરે એકલી રહેતી સગીરા અવારનવાર ઘરેથી ભાગી જતા પરિજનો તેનાથી કંટાળી ગયા છે. જેથી કેટલાક લોકોએ પિતાને સમજણ આપી જણાવ્યું હતું કે, તેને કોઇ શેલ્ટર હોમમાં મોકલી આપો કે જેથી તેનામાં કોઇ બદલાવી આવી શકે. અવારનવાર આ સગીરા ઘરે કે આજુબાજુમાં કોઈને કઈં પણ કહ્યા વગર નિકળી જતી હોય છે. જેથી પરિજનો શોધખોળ બાદ આખરે પોલીસ મથકે ફરિયાદ કરવા મજબૂર બનતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...