રહીશો હેરાન:વાપીના મોરાઇની કંપનીએ જાળી લગાવી સંતોષ માન્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલસાનો ડસ્ટ અને ભયંકર અવાજથી લોકો ત્રાસી રહ્યા છે

વાપી મોરાઇ સ્થિત પેપર મિલમાંથી નીકળતા ડસ્ટ અને ભયંકર અવાજના કારણે સ્થાનિક અન્ય કંપની અને રહીશો હેરાન હતા. જે સમાચારને ભાસ્કરે પ્રકાશિત કરતા જીપીસીબીની ટીમે સ્થળ મુલાકાત લીધા બાદ કંપનીએ કમ્પાઉન્ડ પાસે જાળી લગાવી સંતોષ માન્યો છે. પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ પણ ડસ્ટ ઉડીને આવે છે અને કંપનીમાંથી આવતા અવાજના કારણે તેઓ ત્રાસી ગયા છે.

વાપી મોરાઇ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ આર.એન.શેખ પેપર મિલ દ્વારા કોલસા વપરાતા તેના ડસ્ટ આજુબાજુની અન્ય કંપનીઓ અને સ્થાનિકોના ઘરમાં જતા તેઓ કંટાળ્યા હતા અને તે અંગે ભાસ્કરને જણાવતા આ સમસ્યાને ઉજાગર કરતા જીપીસીબીની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ હતી. તે છતાં કંપનીએ માત્ર કમ્પાઉન્ડમાં એક જાળી બનાવી કોલસાથી નીકળતા ડસ્ટના એરિયાને ઢાંકી દઇ સંતોષ માન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અત્યારે પણ કોલસાનો ડસ્ટ ઉડે જ છે પરંતુ પહેલા કરતા માત્રા ઓછી થઇ છે. જ્યારે કંપનીમાંથી નીકળતા અસહ્ય અવાજના કારણે તેઓને ભારે તકલીફ પડી રહી છે. આજુબાજૂની કંપનીના સંચાલકો પણ આ મિલથી કંટાળ્યા છે. જીપીસીબીએ સ્થાનિકોના હિત માટે પેપર મિલ સામે શું કાર્યવાહી કરી તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...