ધરપકડ:વાપીની સગીરાનું અપહરણ કરનાર બિહારથી ઝડપાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નની લાલચ આપી ભગાડી જતા પિતાએ ફરિયાદ નોંધાવી હતી

વાપી વિસ્તારની એક 15 વર્ષીય સગીરાના માતા-પિતા કંપનીમાં નોકરીએ ગયા હતા. ત્યારે સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવીને તેનું અપહરણ કરી એક ઇસમ ફરાર થઇ જતા બનાવ અંગે ટાઉન પોલીસમાં ફરિયાદી નોંધાવાઇ હતી. પોલીસે ટેક્નિકલ એનાલિસીસ અને બાતમીના આધારે આરોપીને બિહારથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

વાપી ટાઉન પોલીસ હદ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા મુળ રહે.બિહાર ના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, 03 જૂન 2022ના રોજ તેઓ તેમની પત્ની સાથે કંપનીમાં નોકરીએ ગયા હતા. જે બાદ સાંજે ઘરે પરત ફરતા તેમની પુત્રી ઘરે મળી ન હતી. જેથી આજુબાજુ તેમજ સગા-સંબંધીઓના ઘરે તપાસ કરતા કોઇ પત્તો લાગ્યો ન હતો. તપાસમાં તેમને જાણ‌વા મળ્યું હતું કે, દમણ આટિયાવાડનો એક ઇસમ તેને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે.

જે તે સમયે પોલીસે પોક્સો અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ એનાલીસિસ અને બાતમીના મદદે ટાઉન પોલીસની એક ટીમ બિહારના ભાગલપુર જિલ્લા સ્થિત નાથનગર ગામે પહોંચી હતી. જ્યાં સગીરા અને આરોપી બંને મળી આવ્યા હતા. પોલીસે આરોપી સોહેલ જમાલ ખાન ઉ.વ.20 મુળ બિહારને વાપી લઇ આવી તેના વિરૂદ્ધ બળાત્કારનો ગુનો ઉમેરી કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...