તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી ચલામાં રહેતો શાહ દંપતિ તેમના ઘરમાં કામ કરતી નોકરાણી પાસેથી ટૂકડે ટૂકડે કરીને રૂ.35 લાખ લઇ લીધા બાદ ન આપતા બંને સામે ટાઉન પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય હતી. જેમાં મંથન શાહ બાદ તેની પત્નીની પણ ધરપકડ કરાઇ છે. વાપી છરવાડા રોડ પાસે આનંદનગરના અક્ષર સોસાયટીમાં રહેતી અને મુળ કર્ણાટકની 45 વર્ષીય એન્કટી સૌરપ્પા નાકાણી વાપીમાં ત્રણ જગ્યાએ ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
વર્ષ 2015માં એન્કટીબેન ગુરૂકુલ રોડ ચલા ખાતે મણીભદ્ર સોસાયટીમાં રહેતા મંથન જયેશ શાહના ઘરે રસોઇ કામ કરવા જતી હતી. વર્ષ 2016માં નાસ્તાની દુકાન ખોલવાની માતા અને ભાઇથી વાત કરતા તેમણે રૂપિયાની મદદ કરવા હા પાડી કુલ 35 લાખ વસૂલ્યા બાદ દુકાન ન લઇ પરત રૂપિયા પણ ન ચૂકવતા આરોપી મંથન જયેશ શાહ અને તેની પત્ની ઉર્વી મંથન શાહ સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મંથનની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પૂર્ણ થતા નવસારી સબજેલમાં તેને ધકેલી દીધો હતો. જ્યારે વોન્ટેડ આરોપી ઉર્વી મંથન શાહની ગુરૂવારે વાપી ટાઉન પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.