હાલાકી:વાપીનાં વકીલ બ્રાઝિલથી એર સુવિધાનું ફોર્મ ઓનલાઇન અપલોડ ન કરતાં 72 કલાક બાદ માદરે વતન પહોંચ્યા

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉથી નવી ગાઇડ લાઇનની જાણકારી આપવામાં ન આવતા મુસાફરીમાં વિલંબ થયો

વાપીનાં વકીલ બ્રાઝિલ થી વાપી આવવા માટે નીકળ્યા હતાં.તેઓએ પરત આવવા માટે જાન્યુઆરી મહિનામાં ફલાઇટની ટિકીટ બુકીંગ કરાવી દીધી પરંતુ તેઓએ એર સુવિધાનું ઓનલાઇન ફોર્મ ન ભરતાં તેઓ 72 કલાકે વાપી પરત ફરવાની નોબત આવી હતી.

વાપીનાં વકીલ નલીન શ્રોફ જેઓ થોડા મહિના અગાઉ બ્રાઝિલ ગયા હતાં.તેઓએ આવવા અને જવાની બનેં તરફની એર ટિકીટ એડવાન્સમાં કરાવી દીધી હતી.જયારે તેઓ ભારત આવવા માટે 7મીએ બ્રાઝિલનાં સલવાડોરથી સાઉપાવલો ડોમેસ્ટીક ફલાઇટમાં પહોચ્યા હતાં.સાઉપાવલો થી દોહા કતારની ફલાઇટ હતી.પરંતુ નલીન શ્રોફે ઓનલાઇન એર સુવિધાનું ફોર્મ ઓનલાઇન અપલોડ ન કરી શકતાં તેઓનો સામાન ફલાઇટ માંથી બહાર કાઢી દેવામાં આવ્યો હતો.અને જણાવ્યું હતું તમે જયાં સુધી આ ફોર્મ ઓનલાઇન અપલોડ ન કરો ત્યાં સુધી તમે મુસાફરી નહીં કરી શકો તેવું ઇમિગ્રેશન વિભાગનાં અધિકારીએ કહયું હતું.જોકે જે ટુર ટ્રાવેલ્સમાંથી એર ટિકીટ કઢાવી હતી.ત્યાંથી એક વ્યકિતએ મદદ કરતાં તેમજ વાપીથી નલીન શ્રોફનાં પુત્ર મિતેષ શ્રોફે ઓનલાઇન એર સુવિધા ફોર્મ ઓનલાઇન અપલોડ કરતાં તેઓ કતાર એરવેઝ દ્રારા સાઉપાવલો થી દોહા પહોંચ્યા હતાં.

દોહામાં 22 કલાક બાદ બીજી ફલાઇટ મુંબઇ આવવા માટે હતી.પરંતુ દોહામાં ઓન એરાઇવલ ભારતનાં પાસપોર્ટ પર વીઝા ન મળતાં તેઓને દોહા એરપોર્ટની બહાર પણ જઇ ન શકતાં તેઓએ 22 કલાક સુધી દોહા એરપોર્ટ પર બેસી રહેવાની નોબત આવી હતી. દોહા એરપોર્ટ પર 22 કલાક વિતાવ્યા બાદ તેઓ ફલાઇટમાં મુંબઇ આવી પહોચ્યા હતાં.આમ વાપીનાં વકીલ નલીન શ્રોફ બ્રાઝિલ થી વાપી 72 કલાક બાદ ભારે મુશ્કેલીનો સામનો કર્યા બાદ આવી પહોંચ્યા બાદ રાહત અનુભવી હતી.

એર સુવિધાની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા રદ કરવી જોઇએ
વાપીનાં વકીલ નલીન શ્રોફે જણાવ્યું કે ભારત સરકાર દ્રારા એર સુવિધા અંગેનું ઓનલાઇન ફોર્મ અપલોડ કરવાનું થોડા દિવસ પહેલાં નિયમ બહાર પાડયો હતો.તેનાં કારણે તેની ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી ન કરી શકતા મને ખુબજ તકલીફનો સામનો કરવો પડયો હતો.માટે ભારત સરકાર દ્રારા આવી કોઇપણ નવા નિયમો લાગુ કર્યા હોય તો તેઓએ તરત જ બહાર પાડવી જોઇએ જેથી લોકોએ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ આ એર સુવિધાનું ફોર્મ ઓનલાઇન ભરવાની કોઇ જરૂર ન હોવાનું જણાવ્યું હતું.કારણ કે પાસપોર્ટ માં તમામ વિગતો હોઈ જ છે. પછી ઓનલાઈન એર સુવિધા નું ફોર્મ અપલોડ કરવાની જરૂરત રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...