તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવુ નજરાણું:વાપીનું સૌથી મોટુ ત‌ળાવ રાત્રે રોશનીથી ઝગમગશે, બોટિંગ સહિત અનેક સુવિધા મળશે

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી શહેરના સૌથી મોટા 35 એકરમાં પથરાયેલા લખમદેવ તળાવને પાલિકાએ 7 કરોડનાં ખર્ચે તૈયાર કર્યુ છે. જેને કોરોના મહામારીમાં બંધ કરાયું હતું, પરંતુ હાલમાં કોરોનાના કેસો ઘટતા તેને વિકસાવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જેથી શહેરના સૌથી મોટા ગણાંતા લખમદેવ તળાવનો અલગ નજારો જોવા મળશે. આગામી દિવસોમાં તળાવ રોશનીથી ઝગમગશે. શહેરીજનો માટે મનોરંજન સહિત તમામ સુવિધા આ તળાવમાં ઉપલબ્ધ થશે.

રંગીન ફાઉન્ટેન
રંગીન ફાઉન્ટેન

આ સુવિધા હશે લખમદેવ તળાવમાં
વાપી લખમદેવ તળાવમાં , અલગ અલગ પ્રકારની ડિઝાઇનવાળી પેડલ બોટ, ફુડકોર્ટ,રંગીન ફાઉન્ટેન , વોટરફોલ , સેલ્ફી પોઇન્ટ, ચિલ્ડ્રનપાર્ક, વોકવે, રમતગમતની રાઇડસ,} પાર્ટીપ્લોટ વગેરે સુવિધાઓ આપવામાં આવશે, જેનો લોકોએ ચાર્જ લોકોએ ચુકવવો પડશે.આમ હવે લોકોનાં મનોરંજન માટે નવું નજરાણું તૈયાર કરાઇ રહયું છે.જેની કામગીરીને આખરીઓપ અપાઈ રહ્યો છે.

35 એકરમાં ફેલાયેલું છે, 02 કિમીનો વોકવે, 07 કરોડનાં ખર્ચે તૈયાર, 12 સુવિધા અપાશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો