તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કોરોના કેસો ઘટતાં 60 દિવસ પછી વાપીના ઉદ્યોગોને રોજ સાત ટન ઓક્સિજન અપાશે

વાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માંગમાં ઘટાડો થતાં હવે ફરી ઉદ્યોગોને ઓક્સિજન રાબેતા મુજબ મળશે

સમગ્ર રાજયમાં કોરોનાના કેસો વચ્ચે ઓક્સિજનની માગ વધતાં સરકારે ઉદ્યોગોને પુરો પાડવામાં આવતો ઓક્સિજન હોસ્પિટલોને આપવા તાકીદ કરાઇ હતી, જેના કારણે વાપીના ઉદ્યોગોને તેની અસર થઇ રહી હતી. હાલ કોરોનાના કેસો ઘટતાં ફરી વાપીના ઉદ્યોગોને રોજના 7થી 8 ટન ઓક્સિજનનો સપ્લાય આપવાનું શરૂ કરાયું છે. વાપીના ઓક્સિજનની સપ્લાય કરતું એકમ વાપી જીઆઇડીસીના એકમોને રોજના 7 થી 8 ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન પુરુ પાડે છે, પરંતુ બે માસ અગાઉ ઓક્સિજનની માગમાં અનેક ગણો વધારો થતાં સરકારે તમામ ઓક્સિજન ઉત્પાદન કરતાં એકમોમાં સીધુ મોનિટરિંગ કરી દીધુુ છે.

ઉદ્યોગોની જગ્યાએ માત્ર હોસ્પિટલોમાં જ ઓક્સિજનનો જથ્થો સરકારની સૂચના મુજબ સપ્લાય કરવાના આદેશ અપાયો હતો. જેના કારણે વાપીના ઉદ્યોગોને અોક્સિજનનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. જેની ઉદ્યોગો પર અસર જોવા મળી હતી. પરંતુ ધીમે-ધીમે સ્થિતિ હવે બદલાઇ રહી છે. કોરોનાના કેસો ઘટતાં હવે ઓક્સિજનની માગમાં પણ ઘટાડો થયો છે. કેસો ઘટતાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે. જેથી વાપીનું ઓક્સિજન એકમ હવે ઉદ્યોગોને 7થી 8 ટન ઓક્સિજનની સપ્લાય પુન: શરૂ કરી દેવામાં આવી છે.

હવે હોસ્પિટલને ચાર ટનની જરૂરિયાત
વાપીના ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં અલગ-અલગ સ્થળોએ ઓક્સિજનની સપ્લાય થઇ રહી છે. વાપીના એકમ દ્વારા પહેલા 7થી 8 ટન ઓક્સિજન હોસ્પિટલોને આપવામાં આવતુ હતુ. હવે સરેરાશ 3થી 4 ટન ઓક્સિજન આપવામાં આવી રહ્યુ છે. ​​​​​​​

ઉદ્યોગોમાં ઓક્સિજન આપવાનું ફરી શરૂ
પહેલા કરતાં હાલ ઓક્સિજનની માગમાં ઘટાડો થયો છે. જેથી પહેલા મુજબ અમે ઉદ્યોગોમાં ઓક્સિજન આપવાનું શરૂ કરી દીધુ છે. હોસ્પિટલોમાં હવે ઓછો ઓક્સિજન આપી રહ્યાં છે. પહેલા જેવી માગ હવે ઓક્સિજનની રહી નથી. - અભય શાહ, સંચાલક,ઓક્સિજન પ્લાન્ટ,વાપી

અન્ય સમાચારો પણ છે...