વ્યવસ્થા:વાપીની જર્જરિત મચ્છીમાર્કેટ તોડી પાડી હવે 1.14 કરોડના ખર્ચે અદ્યતન બનાવાશે

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવી માર્કેટમાં 21 દુકાનોે-16 સ્ટોલ રહેશે, લોકોને ખરીદી માટે સરળતાની વ્યવસ્થા કરાશે

વાપી પાલિકા દ્વારા ટાઉનમાં આવેલી જુની મચ્છીમાર્કેટના બિલ્ડીંગનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ સ્થળ પર પાલિકા દ્વારા અઘત્તન ફીશ માર્કેટ તૈયાર કરવામાં આવશે. નવા ફીશ માર્કેટ 1.14 કરોડના ખર્ચે તૈયાર થશે. જેમાં 21 દુકાનો અને 16 સ્ટોલનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ફીશ ખરીદવા આવતાં લોકોને સરળતા રહે તે મુજબ સુવિધા ઊભી કરવામાં આવશે.

વાપી પાલિકાએ ધીમે-ધીમે ખોરંભે પડેલા પ્રોજેકટને આગળ વધારવાની કવાયત હાથ ધરી છે. જેમાં ટાઉનની વર્ષો જુની ફીશ માર્કેટનું મકાન જર્જરિત બન્યુ હતું. જેને લઇ પાલિકાએ નવી ફીશ માર્કેટ બનાવવાનો ઠરાવ કર્યો હતો. જે અંતગર્ત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 1.14 કરોડના ખર્ચે ફીશ માર્કેટ તૈયાર કરવામાં આવશે.

જે પૂર્વે પાલિકાએ જુની મચ્છી માર્કેટના બિલ્ડીંગનું ડિમોલિશન હાથ ધર્યુ હતું. આ સ્થળ પર ફીશ માર્કેટનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 21 દુકાનો અને 16 સ્ટોલ ફીશ માર્કેટમાં બનાવામાં આવશે. આ ઉપરાંત ખરીદી કરવા આવતાં લોકોને તમામ સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. લાંબા સમય પછી પાલિકા વિસ્તારમાં અઘત્તન ફીશ માર્કેટ તૈયાર થશે.

માત્ર 6 વેપારીને જ દુકાનો મળશે, બાકીની હરાજી થશે
પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે ફીશ માર્કેટમાં શૌચાલય,પાણીની સુવિધા અને સફાઇ સહિતની કામગીરી પર ખાસ અપાશે. અહી રહેતા મળવાપાત્ર 6 વેપારીઓને દુકાનોની ફાળવણી કરાશે. ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળ સુધી બાંધકામ થશે. હાલ સ્થળ પરનું જુનુ બાંધકામ દુર કરવામાં આવી રહ્યું છે. અન્ય દુકાનોની હરાજી કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...