તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:વાપીના કાઉન્સિલરે સ્વખર્ચે ગરીબને નવું ઘર ભેટ કર્યું

વાપી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 22 વર્ષથી આ પરિવાર ગીતાનગરમાં ઝુંપડામાં રહે છે

વાપી પાલિકાના વોર્ડ નં.7ના કાઉન્સીલરએ પીએમ મોદીના જન્મદિને ગીતાનગરમાં ઝુંપડામાં રહેતા એક પરિવાર માટે સ્વખર્ચે પાકું મકાન બનાવવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે તે કામનો ખાતમુહુર્ત કરાયું હતું. વાપી ગીતાનગરમાં વોર્ડ નંબર 7માં શાલીમાર બેકરીની પાછળ રહેતા રતિલાલભાઇ પટેલ છેલ્લા 22 વર્ષથી તેમની પત્ની અને ત્રણ સંતાન સાથે ઝુંપડામાં રહેતા આવ્યા છે. થોડા વર્ષ અગાઉ બીમારીના કારણે તેમની પત્ની અને ત્યારબાદ એક પુત્રીનું મોત થયું હતું. ઘણાં સમયથી પ્લાસ્ટિકથી ઝુંપડાને ઢાંકી ગુજરાન ચલાવતા રતિલાલભાઇની કફોડી હાલત જોઇ વોર્ડ નં.7ના કાઉન્સીલર દિલીપભાઇ યાદવએ તેમને તે જ જગ્યાએ પોતાના ખર્ચે પાકુંં મકાન બનાવી આપવાનું નક્કી કર્યું હતું. 17મી સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને પાલિકા પ્રમુખ વિટ્ઠલભાઇ પટેલ, મિતેષ દેસાઇ સાથે અન્ય ભાજપના કાર્યકરો ગીતાનગર પહોંચ્યા હતા. અને તેમની હાજરીમાં દિલીપભાઇએ નવા મકાન બનાવવાનું ખાત મુહુર્ત કર્યું હતું.

પુરાવો ન હોવાથી આવાસ યોજનાનો લાભ ન મળ્યો
ગીતાનગરમાં રહેતા આ પરિવારની હાલત કફોડી જોઇ તેમને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માંગતો હતો. પરંતુ તેમની પાસે કોઇ પણ પ્રકારના આધાર-પુરાવા ન હોવાથી છેલ્લે સ્વખર્ચે નવા મકાન બનાવી આપવાનું નક્કી કરી છે. આ મકાનમાં આશરે 1 લાખ રૂપિયા ખર્ચ થશે. - દિલાપ યાદવ, કાઉન્સીલર, વોર્ડ નં.7, વાપી

તકલીફોથી છૂટકારો મળશે
ઝુંપડા ઉપર પ્લાસ્ટિક લગાવીને ગુજરાન ચલાવીએ છીએ. વરસાદ કે તડકામાં ખૂબ જ ખરાબ હાલત થતી હોય છે. પાકુ મકાન બન્યા બાદ હવે તમામ તકલીફોથી છૂટકારો મળી રહેશે. દિલીપભાઇનો ખૂબ જ આભાર માનું છું. - રતિલાલભાઇ પટેલ, લાભાર્થી

અન્ય સમાચારો પણ છે...