દુર્ઘટના:વાપીની કંપનીના કર્મચારીને વાહને અડફેટે લેતા મોત

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બલીઠાનો યુવક નોકરીથી છૂટી એક્ટિવાથી ઘરે જઇ રહ્યો હતો

વાપીના બલીઠામાં રહેતો યુવક એક્ટિવા લઇને કંપનીથી પરથી પરત આવી રહ્યો હતો ત્યારે એક અજાણ્યા વાહને તેને અડફેટમાં લેતા સ્થળ ઉપર તેનું મોત થયું હતું. બનાવ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વાપીના બલીઠા ખાતે જીગ્નેશભાઇની ચાલીમાં રહેતા અને મોરાઇ ખાતે આવેલ વેલ્સપન કંપનીમાં નોકરી કરતા અજયભાઇ દિનેશભાઇ પટેલ ઉ.વ.24 મુળ રહે.સાદડવેલ મોચીવાડ તા.ચીખલી નવસારી બુધવારે સાંજે પોતાની એક્ટિવા લઇને નોકરીથી પરત આવી રહ્યો હતો.

ત્યારે ને.હા.નં.48 ઉપર સુરતથી મુંબઇ જતા ટ્રેક પર મામલતદાર કચેરી સામે રોડ ઉપર એક અજાણ્યા વાહને તેને અડફેટમાં લેતા માથા તેમજ શરીરે ગંભીર ઇજા હોવાથી સારવાર માટે ચલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતકના ચીખલી ખાતે રહેતા કાકા સુરેશભાઇ ધીરૂભાઇ પટેલે ટાઉન પોલીસ મથકમાં ટક્કર મારી ફરાર થનારા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...