સમાધાન:વાપીના ચણોદ ગ્રા. પં.નું 2.58 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અવિશ્વાસની દરખાસ્ત મામલે સભા પૂર્વે બંને પક્ષો વચ્ચે સમાધાન

વાપી તાલુકાના ચણોદ ગ્રામ પંચાયતની સોેમવારે મળેલી સામાન્ય સભામાં 2.58 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાકી કામો ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. બીજી તરફ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તની કવાયત ચાલી હતી, પરંતુ સામાન્ય સભા પૂર્વે મધ્ય રાત્રી સુધી ચાલેલી બેઠકમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ જતાં અવિશ્વાસની દરખાસ્તનો મુદો ઉડી ગયો હતો.

વાપી તાલુકાના ચણોદ ગ્રામ પંચાયતના સરપંચ નેહા મુકેશ પટેલની અધ્યક્ષતામાં સોમવારે બપોરે સામાન્ય સભા મળી હતી. તલાટી, ઉપસરપંચ જીતુભાઇ માયાવંશીની હાજરીમાં સભાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સભામાં વાર્ષિક 2.58 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપી હતી. સાથે બાકી રહેલા કામો પૂણ કરવાની સરપંચે ખાતરીી આપી હતી.

બીજીતરફ છેલ્લા થોડા સમયથી સરપંચ અને સભ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવા સુધીની નોબત આવી હતી, પરંતુ સામાન્ય સભા પૂર્વે રવિવારની રાત્રીએ ચાલેલી લાંબી બેઠકમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ જતાં મામલો થાળે પાડયો હતો. જેને લઇ સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્તનો મુદો રજુ થયો ન હતો. જો કે ચણોદ પંચાયત છેલ્લા થોડા સમયમાં કોઇના કોઇ મુદા સાથે ચર્ચામાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...