આત્મહત્યા:વાપીના વેપારીએ લગ્નના 5 માસમાં જ ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાસરિયાએ પત્ની-પુત્રને પિયરે લઇ જવાનું કહેતા પગલું ભર્યુ

વાપી કબ્રસ્તાન રોડ ખાતે આઝાદ રોલીંગ શટર ચલાવતા મોહમદઅલી મોહમદહનીફ કપુર ઉ.વ.60એ શુક્રવારે વાપી ટાઉન પોલીસ મથકમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર ઇમરાન મહમદઅલી કપુર ઉ.વ.40 આઝાદ રોલીંગ શટરના નામે ધંધો કરતો હતો. ઇમરાન ઘરની નજીવી બાબતમાં તેની પત્ની શહેનાઝબાનુ તેમજ પરિવારના સભ્યો સાથે અવારનવાર બોલાચાલી કરતો હતો અને કોઇનું કહેલું માનતો ન હતો. 12 એપ્રિલે તેનો નાનો દીકરો શોફીયાન ઘરમાં મસ્તી કરતો હોય તેના ઉપર ઇમરાન ગુસ્સો થતા પરિવારના સભ્યો સાથે તેની બોલાચાલી થઇ હતી.

જેને લઇ તેના સાળા જાવેદ નવાબ પઠાણ તથા તેની સાસુ સમીમ નવાબ પઠાણ એ સુરતથી ઇમરાનને જણાવેલ કે, તમો કોઇનું કહેલુ માનતા ન હોય તો અમો દીકરા શોફિયાન તથા તેની માતા શહેનાઝબાનુને સુરત લઇ જઇશું. આ વાત સાંભળ્યા બાદ ઇમરાન કપુરને મનદુખ થતા ગુરૂવારે રાત્રે સાડા આઠ વાગે પોતાના બેડરૂમમાં પંખાના હુક સાથે ગળામાં દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા પોલીસને જાણ કરાઇ હતી. હાલ ટાઉન પોલીસે લાશને પીએમ માટે મોકલાવી એફએસએલ ટીમની મદદે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક જાગૃત નાગરીક તરીકે જાણીતો હતો
મૃતક ઇમરાન કપુર કબ્રસ્તાન રોડ ઉપર દર વર્ષે આ જ સમયે પાણીની તંગીને લઇ પાલિકામાં અવાજ ઉઠાવતો હતો. એક વાર ઇમરાન સ્થાનિકો સાથે વાપી પાલિકાએ પહોંચ્યો હતો અને તમામને લઇ કચેરીમાં જ બેસી જતા પાલિકાએ તે વિસ્તારમાં ટેંકર મોકલાવવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...