તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વાપીના 6720 મિલકત ધારકોે આ વર્ષે વેરા માફીથી વંચિત રહ્યાં

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્યમંત્રીને ફરિયાદ કરાઇ

વાપી નહેરૂસ્ટ્રીટમાં રહેતાં મિલન નવીનચંદ્ર મહેતાએ તાજેતરમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને મેઇ‌લથી એક ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું હતું કે વાપી પાલિકાઅે ગત વર્ષે 1 થી 30 જુન સુધી 5 ટકા રિબેટ અપાઇ હતી. આ સાથે સરકારે રહેણાંક વિસ્તારના મિલકત ધારકોને 15 ટકા અને કોર્મિશિયલમા 25 ટકા રાહત અપાઇ હતી. પરંતુ આ જાહેરાત પૂર્વે 6720 મિલકત ધારકોએ મિલકત વેરો ભરી દીધો હતો. આ મિલકત ધારકોને આવતાં વર્ષે રાહત અપાશે એવી જાહેરાત થઇ હતી, હાલ આ તમામ મિલકત ધારકોને ગત વર્ષે સરકારે જાહેર કરેલી 15 ટકા માફી મળી રહી નથી.

જેથી પાલિકાએ આ તમામને ગત વર્ષની માફી યોજનાનો લાભ આપવા નાયબ મુખ્યમંત્રી રજૂઆત કરાઇ છે. આ મુદે પાલિકાના વેરા વસુલાત વિભાગે જણાવ્યું હતું કે ગત વર્ષે જાહેરાત કરી હતી, પરંતુ આ અંગેનું ફંડ સરકારમાંથી આવ્યુ નથી. જેથી તેમનો અમલ કરી શકાયો નથી. આમ પાલિકાની માફી યોજનાની જાહેરાત પોકળ સાબિત થઇ છે. આમ પાલિકાના બેવડા વલણથી મિલકત ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...