કાર્યવાહી:વાપીથી ટેમ્પોમાં 10 લાખના દારૂ સાથે 2 ઝબ્બે, યાર્નની આડમાં દારૂ લઇ નીકળ્યા હતા

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

એલસીબીની ટીમ મંગળવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે કોપરલી નાકા ઉપર વોચ ગોઠવતા દમણ તરફથી ટેમ્પો નં.ડીડી-01-એચ-9317 લઇને આવતા ચાલકને ઇશારો કરી અટકાવવા જતા તે ગાડી લઇ નાસી ગયો હતો.જેથી તેનો પીછો કરી ઇમરાનનગરમાં અટકાવી ટેમ્પોમાં શું છે પૂછતા યાર્ન હોવાનું કહી ગલ્લા તલ્લા કરતા ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાંથી પોલીસ્ટર યાર્નના બોક્ષ-292 કિં.રૂ.16,46,985 ની આડમાં દારૂના બોક્ષ નંગ-150 કિં.રૂ.10,62,000 મળી આવ્યા હતા.

પોલીસે આરોપી ચાલક રામનરેશ રામદીન અને ક્લીનર શ્રીકેશન બાબુલાલને પકડી આ માલ ક્યાંથી અને કોને આપવા જવાના હતા તેની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, વિનોદ પાલ નામના ઇસમે આ માલ ભરાવી આપ્યા હતા. પોલીસે માલ ભરાવનાર સહિત ટેમ્પો સાથે બાઇક ઉપર આવેલા બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...