આક્રોશ:વાપીના વોર્ડ નં. 4માં ‘ઉમેદવારોએ વોટ માગવા આવવું નહિ’ના બેનર લગ્યા

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28મી નવેમ્બરે સામાન્ય ચૂંટણી પૂર્વ મતદારોએ આક્રોશ વ્યક્ત કર્યો

વાપી નગર પાલિકાની 28મી નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષ દ્વારા પૂર્વ તૈયારી કરીને ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. પાલિકાના 11 વોર્ડમાં 44 બેઠક માટે અંદાજે 100થી વધુ ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. આ સંજોગમાં પાલિકાના હાલના પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલના વોર્ડ નંબર 4માં આવેલા જલારામ મંદિર વિસ્તારના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

આ વિસ્તારના રહીશોએ બેનર લગાવ્યા છે કે, જલારામ મંદિર એરિયામાં કોઇપણ પક્ષ વોટ માગવા આવવું નહિં. પાલિકા પ્રમુખના વોર્ડમાં જ કામગીરી ન થવાને લઇ કે પછી અન્ય કોઇ કારણોસર નારાજગી જોવા મળી રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ધીમે ધીમે વિવિધ વોર્ડમાં સમસ્યાઓને લઇ લોકોનો રોષ સપાટી પર આવી રહેલો જોવા મળી રહ્યો છે. પાછલા પાંચ વર્ષમાં આમ જોવા જઇએ તો કોઇ નોંધપાત્ર કામો નગરપાલિકાના કોઇપણ વોર્ડમાં થયા નથી. મોડે મોડે ચૂંટણી જાહેર થવા પૂર્વે દરેક વોર્ડના ખખડધજ બનેલા માર્ગો પર ખાડા પૂરી પેચવર્ક કરવામાં આવ્યું હતું. જેનાથી સત્તાધીશો સંતોષ માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...