વિવાદ:વાપી વોર્ડ નં. 8માં 2થી વધુ સંતાનના આક્ષેપ સાથે ઉમેદવારી રદની માગ

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર કોંગ્રેસે લેખિતમાં ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા આપ્યા

વાપી પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 8ના મહિલા ઉમેદવાર અપેક્ષાબેન બીમલભાઇ શાહની ઉમેદવારી મામલે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. વાપી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિમેષ વશીએ આ મહિલા ઉમેદવારને બે કરતાં વધુ સંતાન હોવાનો આક્ષેપ કરી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર રદ્ કરવાની માગ કરવામાં આવી છે. આ લેખિત વાંધા અરજીમાં જણાવ્યું હતું કે 2008માં જન્મેલા બાળકની માહિતી તેમણે છૂપાવી છે. ચૂંટણી કાયદા સમક્ષ કોંગ્રેસ દ્વારા આ મહિલા ઉમેદવારની ઉમેદવારી રદ્ કરવા માગ કરવામાં આવી છે.

સોમવારે ફોર્મોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે વાપી શહેર કોંગ્રેસે વોર્ડ નં.આઠના ઉમેદવાર સામે ઉઠાવેલા વાંધા સામે ચૂંટણી અધિકારી શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ છે. જો કે કોંગ્રેસની ફરિયાદ બાદ રાજકીય માહોલમાં પણ ગરમાટો આવી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જેથી પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગની સંભાવના છે. 28 નવેમ્બરે મતદાનની પ્રક્રિયા પૂર્વે પ્રચાર શરૂ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...