તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:વાપીના વોર્ડ નં. 4 માં ગટર અને રોડના કામ મુદે વિવાદ ઉઠયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સભ્યના પતિએ ટિપ્પણી કરતા પોસ્ટ વેહતી થઈ

વાપી પાલિકાના વોર્ડ નં.4 જલારામ મંદિર એરિયા વોટ્સએપ ગૃપમાં ગટર,રોડ, અને સ્ટ્રીટ લાઇટની કામગીરી અંગે સ્થાનિકો પ્રશ્નો ઉઠાવી રહ્યા હતાં. છેલ્લા થોડા દિવસોથી પાલિકાએ કામગીરી હાથ ન ધરતાં સ્થાનિકોમાં આક્રોશ હતો. ત્યારે સ્થાનિક મહિલાના પતિએ વડાપ્રધાન આવશે બેઠક કરવા ઇંતજાર કરો એવી પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ સોસિયલ મિડિયામાં વાઇરલ થઇ જતાં વિવાદ ઊભો થયો હતો. વાપી જલારામ મંદિર એરિયાના વોટ્સએપ ગૃપમાં છેલ્લા થોડા દિવસોથી પાલિકાની કામગીરી બાબતે વિવાદ ચાલે છે.

ગટરની અધુરી કામગીરી,સ્ટ્રીટ લાઇટ અને રોડની કામગીરી મામલે સ્થાનિકોમાં નારાજગી છે. સ્થાનિકોએ કામગીરી કયારે થશે એવા સવાલો સોસિયલ મિડિયામાં રજુ કર્યા હતાં. ત્યારે વોર્ડ નં. 4ના મહિલા સભ્ય યામિનીબેન દેસાઇના પતિ ગીરીશભાઇ દેસાઇએ કાલે મિટીગ કરીએ આવો બધા એવુ જણાવ્યુ હતું. પરંતુ સ્થાનિકોએ મિટિંગ કરવાની ના પાડતા ગિરીશભાઇ દેસાઇએ નરેન્દ્ર મોદી આવશે ઇંતજાર કરો આવા શબ્દો લખી પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ વાઇરલ થઇ હતી.

વડાપ્રધાનના નામ અંગેની ટિપ્પણી અંગે દિવ્ય ભાસ્કરે પુછતાં ગીરીશ દેસાઇએ જણાવ્યુ હતું કે છરવાડા રોડ પર કામગીરી પૂર્ણ થઇ છે. જલારામ મંદિર વિસ્તારમાં બાકી છે. તાત્કાલિક કામગીરી કેવી રીતે થઇ શકે. જેથી બેઠક માટે કહ્યું હતું. સ્ટ્રીટ લાઇટની કામગીરીની ચર્ચા ગૃપમાં ચાલતી હતી.

અન્ય સમાચારો પણ છે...