હાલાકી:વાપી શાકભાજી માર્કેટના શૌચાલય લારી અને ગલ્લાથી બ્લોક થતા લોકોને હાલાકી

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લારીવાળાને હટવા કહેતા લોકો સાથે બબાલ કરતા હોવાની ફરિયાદ ઉઠી

વાપી શાકભાજી માર્કેટમાં આવેલ એકમાત્ર શૌચાલયમાં જવા માટે લોકોને ભારે હાલાકી પડી રહી છે. લારી-ગલ્લાવાળા આ શૌચાલયને બ્લોક કરી દેતા અવારનવાર તેમાં જતા લોકો સાથે આ લોકો ઝઘડી પડે છે. વાપી મેઇન બજાર સ્થિત શાકભાજી માર્કેટમાં વ્હોરા મસ્જિદની સામે આવેલ શૌચાલય હાલ શાકભાજીના લારીવાળાઓથી ઢંકાઇ ગયેલ અવસ્થામાં દેખાઇ રહ્યો છે.

આ અંગે એક સ્થાનિકે જણાવેલ કે, શૌચાલયમાં જવા માટે જે રસ્તો હોય છે ત્યાં જ લારી વાળાઓ ઉભા હોવાથી તેઓને અનેક વાર ત્યાંથી બાજુમાં લારી લગાવવા જણાવતા તેઓ ગાળો બોલી ઝઘડી પડતા હોય છે. ટોયલેટ અને શૌચ માટેના બંને રસ્તાઓ ઉપર લારી લગાવી દેતા અવારનવાર ત્યાં બબાલ થતા પાલિકા અને પોલીસ આ ગેરકાયદે દબાણ દૂર કરે તે જરૂરી બન્યું છે.

પોલીસે દબાણ દૂર કર્યા બાદ એ જ સ્થિતિ
થોડા દિવસ અગાઉ ટાઉન પોલીસે એક જાહેરાત આપ્યા બાદ મેઇન બજાર સ્થિત તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ફરીવાર ચોથીયા પોઇન્ટથી લઇને વ્હોરા મસ્જીદ સુધીના માર્ગો પર ગેરકાયદે રીતે શાકભાજીનો ધંધો લગાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...