તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વાપીના વેપારીએ ઉઘરાણીના ટેન્શનમાં નદીમાં ઝંપલાવ્યું, સાડા ત્રણ કલાકે ફાયરે બચાવ્યો

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણગંગા નદીમાં 500 મિટર તણાયો,  બ્રિજનો પીલર પકડ્યો - Divya Bhaskar
દમણગંગા નદીમાં 500 મિટર તણાયો, બ્રિજનો પીલર પકડ્યો

વાપી ટાઉન સ્થિત અજંટામાં રહેતા અને ફેબ્રીકેશનનો વેપારી કરતા પ્રકાશ માલવીએ ગુરૂવારે બપોરે પોતાની કાર દમણગંગા નદીના બ્રિજ ઉપર પાર્ક કરી નદીમાં ઝંપલાવ્યું હતું. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં અડધો કિમી તણાઈ રેલવે બ્રિજના પીલર પાસે પહોંચતા અટકી ગયો હતો.

રૂપિયાની લેતીદેતીમાં આપઘાતનો પ્રયાસ
વાપી ટાઉન સ્થિત ઇલોરા એપાર્ટમેન્ટમાં રહેતો પ્રકાશ માલવી રૂપિયાના લેવડદેવડમાં ટેંશનમાં હતો. જેથી ગુરૂવારે બપોરે 2.15 કલાકે તેણે પોતાની કાર સુરતથી મુંબઇ જતા ટ્રેક ઉપર દમણગંગા બ્રીજ પર મૂકી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. હાલ યુવક સારવાર અર્થે હોવાથી ક્યાં કારણોસર આ પગલું ભર્યુ હતું એ જાણી શકાયું નથી. નિવેદન લીધા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવાની શક્યાતા.

બચાવો સાંભળતા 108ને જાણ કરી હતી
હું ભીલાડથી વાપી તરફ આવી રહ્યો હતો. ત્યારે દમણગંગા બ્રીજ ઉપર ઉભો રહી નીચે જોતા એક યુવક તણાતા-તણાતા બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો. જેથી તાત્કાલિક 108ને ફોન કરતા તેઓ ફાયરની ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આખરે સાડા ત્રણ કલાક પછી યુવકને ફાયરની ટીમે હેમખેમ બચાવી લીધો હતો. યુવકે નદીમાં ઝંપલાવતા પૂર્વે પોતાની કાર હાઈવે સ્થિત દમણગંગા નદીના બ્રિજ ઉપર પાર્ક કરી હતી. > કેતન પટેલ, કોચરવા, વાપી ફર્સ્ટ પર્સન

ફાયર લાશ્કરની ટીમ મદદે પહોંચી
ફાયર લાશ્કરની ટીમ મદદે પહોંચી
આખરે યુવકને બચાવી લેવાયો
આખરે યુવકને બચાવી લેવાયો

3 યુવકને લાઇફગાર્ડ સાથે બાંધી નદી કિનારે લઇ જવાયો હતો. પથ્થરોથી યુવકને ઇજા થતાં 108માં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...