સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:વાપી તા.પં.ની ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5 % મતદાન ઘટયું

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2016માં 78.06 ટકા સામે આ વખતે 73.35 ટકા નોંધાયું

વાપી તાલુકાની 22 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 73.35 ટકા મતદાન થયું હતું. ગત ટર્મ એટલે કે 2016 ડિસેમ્બરની ચૂંટણીની સરખામણીએ મતદાનમાં ઘટાડો નોંધાયો છે. આ વખતે ગત ટર્મની સરખામણીએ સરેરાશ 5 ટકા મતદાન ઓછું નોંધાયું છે. મતદાર જાગૃતિના કાર્યક્રમો આ વખતે ઓછા યોજાયા હતાં. આ ઉપરાંત મતદારો બહાર હોવાથી મતદાન ન કરી શકતાં મતદાનની ટકાવારી ઘટી હતી.

વાપી તાલુકાની કુલ 22 ગ્રામ પંચાયતો માટે રવિવારે 89 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. કોઇ મોટી બબાલ ન થતાં સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 80232 પૈકી 58848 મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કરતાં 73.35 ટકા મતદાન નોંધાયું હતું. જે ગત વર્ષની સરખામણીએ ઓછું છે. 2016 ડિસેમ્બરમાં વાપીની 22 પંચાયતો માટે કુલ 69441 પૈકી 54222 મતદારોએ મતદાન કરતાં સરેરાશ 78.06 ટકા મતદાન થયું હતું. ગત ટર્મની સરખામણીએ 4.71 ટકા ઓછું મતદાન નોંધાયું હતું. આ વખતે મતદાનના દિવસે કેટલાક મતદારો બહાર હોવાથી મતદાન કરવા આવી શક્યા ન હતાં. ઓછા મતદાનના કારણે ઉમેદવારો પણ મૂંઝવણમાં જોવા મળી રહ્યાં છે.

મોરાઇમાં વધુ-ચણોદમાં ઓછું મતદાન
વાપી તાલુકાની 22 પંચાયતો પૈકી સૌથી વધુ મતદાન મોરાઇ ગ્રામ પંચાયતમાં નોંધાયું છે. અહીં કુલ 766 પૈકી 712 મતદારોએ મતદાન કરતાં સરેરાશ 92.95 ટકા મતદાન નોંધાયું હતું. ગત ટર્મમાં અહીં 836 પૈકી 754 મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કરતાં 90.14 ટકા મતદાન નોંધાયું હતું. ગત ટર્મની સરખામણીએ 2.81 ટકા મતદાન ઓછું નોંધાયું છે. જયારે ચણોદમાં 15241 પૈકી 9300 મતદારોએ મતદાન કરતાં સૌથી ઓછું 61.02 ટકા મતદાન નોંધાયું હતું. ગત ટર્મમાં 13658 પૈકી 8963 મતદારોએ મતદાન કરતાં 65.62 મતદાન અહીં નોંધાયું હતું.

છરવાડા, છીરી-બલીઠામાં મતદાન ઘટયું
વાપી પાલિકાની ચૂંટણીમાં ગત ટર્મ કરતાં ઓછું મતદાન નોંધાયું હતું. વાપી શહેરને અડીને આવેલાં ત્રણ ગામોની પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન ઘટયું છે. છરવાડામાં ગત ટર્મમાં 4974 પૈકી 3419 મતદારોએ મત્તાધિકારનો ઉપયગો કરતાં68.74 ટકા મતદાન નોંધાયુ હતું. આ વખતે 6613 પૈકી 4235 મતદારોએ મત આપતાં 64.04 ટકા મતદાન નોંધાયું છે. છીરીમાં ગત ટર્મમાં 6170 પૈકી 4419 મતદારોએ મત આપતાં 71.62 ટકા મતદાન થયું હતું.આ વખતે 8206 પૈકી 5464એ મતદાન કરતાં 66.59 ટકા મતદાન નોંધાયુ હતું. બલીઠામાં ગત ટર્મમાં 4958 પૈકી 3742 મતદાન કરતાં 75.47 ટકા અને અને આ વખતે 6243 પૈકી 4309 મત આપતાં 69.02 મતદાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...