હાલાકી:વાપી ટાઉન શાકભાજી માર્કેટમાં ફરી ટ્રાફિક સમસ્યા વકરી

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા અને પોલીસ દબાણ દૂર કરવામાં નિષ્ફળ

વાપી ટાઉન શાકભાજી માર્કેટમાં ગેરકાયદે લારીઓ લગાવી દેતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ રહી છે. આ સ્થળે રોજ પાલિકાની ટ્રાફિકની ટીમ ફરતા હવે પોલીસ તો ફરકતી પણ નથી. જેથી તેઓ ગેરકાયદે દબાણો દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.

વાપી ટાઉન મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતા પાલિકાએ ટ્રાફિક ટીમની રચના કરી હતી. જેથી પોલીસને ટ્રાફિક દૂર કરવામાં મદદ મળી રહે. શરૂઆતમાં પાલિકાની ટ્રાફિક ટીમએ શાકભાજી માર્કેટમાં રસ્તા ઉપર આગળ વધી ગેરકાયદે દબાણો દૂર પણ કર્યા હતા. પણ હાલ પહેલાની જેમ પરિસ્થિતિ થઇ ગઇ છે. હાલ અહીં પોલીસની ટીમ તો ફરકતી પણ નથી. વાપી સરદાર ચોકથી લઇને વ્હોરા મસ્જીદ સુધીની લાઇન માર્કેટમાં પ્રવેશવા માટે મેઇન રોડ છે. જોકે અહીં લાઇબ્રેરીની સામેથી લઇ શૌચાલય સુધી કેટલાક લોકોએ ગેરકાયદે લારીઓ લગાવી દેતા અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ રહી છે.

પાલિકાની ટ્રાફિક ટીમ રોજ સવારથી સાંજ સુધી અહીં ચક્કર લગાવતી હોય છે. પરંતુ આ લારીઓને દૂર કરવામાં તેઓ ઉદાસીનતા બતાવી રહ્યા હોય દિવસે દિવસ લારીઓ રસ્તા ઉપર આગળ વધતી દેખાઇ રહી છે. ખાસ કરીને શૌચાલયની આજુબાજુમાં સૌથી વધુ લારીઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. પાલિકાની ટ્રાફિક ટીમની સાથે સાથે વાપી ટાઉન પોલીસ દ્વારા આ સ્થળોએ ટ્રાફિક પોલીસ રાખી ગેરકાયદે દબાણો દૂર કરવાની તાંતી જરૂરિયાત છે.

નિવૃત્ત જમાદાર લોકોને ઉઠકબેઠક કરાવતા કેદ
વાપી પોલીસમાં ફરજ બજાવી ચૂકાવેલા નિવૃત્ત જમાદાર ધીરૂ ભોયા હાલ પાલિકાની ટ્રાફિક ટીમમાં નોકરી બજાવી રહ્યા છે. તે છતાં પહેલાની જેમ રોફ જમાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાપી બજારમાં લાકડાના ઇશારે એક વ્યક્તિને ઉઠક બેઠક કરાવતા વીડિયો બહાર આવ્યો છે. પોલીસમાંથી નિવૃત્ત થયા બાદ તેમને આ સત્તા કોણે આપી તે સવાલ ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...