વાપી ટાઉન પોલીસ બુધવારે મળેલી બાતમી આધારે મેઇન બજારથી આરોપી ઘેવરરામ હીરારામ દેવાશી ઉ.વ.24 રહે.દેસાઇવાડ તિરૂપતિ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.301 ને પકડી પાડી તેની પાસેથી મળેલી કાપલીમાં 11-01-2023ના હિસાબમાં રૂ.2000 સોનુ, રૂ.4000 નરેશ રબારીના બાકી, 13000 તિરથભાઇ તેની સામે 10,000 બાકી તથા 1000 માતેશ્વરી ડેરી, 500 સાજીત સેલુન, 500 કૈલાશ, 1000 માતેશ્વરી કટલેરી, 1200 નીજીરભાઇ તેમ લખેલ હોવાથી પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, તે લોકોને પૈસા વ્યાજે આપે છે અને આ તેની જ યાદી છે.
લાયસન્સ વગર વ્યાજ વટાવનો ધંધો કરતા ઇસમ પાસેથી પોલીસે કાપલી અને રોકડા રૂ.3300 કબજે લઇ ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ કલમ 40 તથા 42(એ)(ડી) મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
બીજી બાજુ બુધવારે વાપી ઝંડાચોકથી આરોપી મોહમ્મદ રીયાઝ અબ્દુલ રજાક ઉપકાર ઉ.વ..47 રહે.કબ્રસ્તાન રોડ અનમોલ બિલ્ડીંગ-401 મુળ રહે.તમિલનાડુ ને ઝંડાચોકથી પકડી તેની પાસેથી મળેલી ડાયરીમાં તમિલ ભાષામાં વ્યાજે દીધેલ પૈસાની વિગત મળી આવી હતી. આરોપીએ જણાવેલ કે, ગામના માણસોને તેમના જોઇતા રૂપિયા આપી તેનું વ્યાજ લઇને ધિરાણ કરૂં છું. તેની સામે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.