ગુજરાતના ઉદ્યોગોમાં ઉત્તરપ્રદેશના હજારો શ્રમિકો કામ કરી રહ્યાં છે,પરંતુ હવે ઉત્તરપ્રદેશ સરકાર સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો સ્થાપવા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું આયોજન કર્યુ છે. વાપી,ઉમરગામ,સરીગામ સહિત ગુજરાતના ઉદ્યોગોમાં વર્ષોથી ઉત્તરપ્રદેશના શ્રમિકો કામ કરવા આવે છે.
વતનમાં ઉદ્યોગોની નહિવત સંખ્યાના કારણે યુપીના લોકોએ રોજગારી માટે ગુજરાત સુધી લંબાવવું પડે છે,પરંતુ હાલ યુપી સરકાર દ્વારા નવા ઉદ્યોગો સ્થાપવાની કવાયત હાથ ધરાઇ છે. સમગ્ર દેશના ઉદ્યોગકારો યુપીમાં રોકાણ કરે અને રોજગારી વધે તેવા ઉદેશ્ય સાથે યુપી સરકાર દ્વારા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં બુધવારે મુંબઇની તાજ હોટલમાં ઉદ્યોગકારોની બેઠક મળી હતી. જેમાં વાપી,દમણ અને સેલવાસના 15થી વધુ ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં. સ્થાનિક ઉદ્યોગકારોએ યુપીનાં ઉદ્યોગો સ્થાપવા અને રોકાણ અંગેના સૂચનો કર્યા હતાં.
વાપી ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ પપ્પુ તિવારી, એફ.એસ. તિવારી,મુન્ના તિવારી અરુણભાઇ રાય ,સેલવાસના અજિત યાદવ,દમણ ડીઆઇએના પ્રમુખ પવન અગ્રવાલ, વાપીના રામસિંગ, અનિલ દિક્ષિત, વાપી અને સેલવાસના નાયરના ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં.
ફેબ્રુઆરીમાં ઉદ્યોગકારો યુપી રવાના થશે
ઉદ્યોગપતિ પપ્પુભાઇ તિવારીએ જણાવ્યું હતું કે મુંબઇ ખાતેની બેઠકમાં ઉત્તરપ્રદેશમાં ઉદ્યોગો માટે મળતી સુવિધા અંગે માર્ગદર્શન મળ્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં યુપીના સ્થાયી થયેલા બિઝનેશમેનોને ફેબ્રુઆરીમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં બોલાવાયા છે. યુપીમાં ઉદ્યોગો આવે અને લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો સરકારે કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.