તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વાપી તાલુકા પંચાયતના પ્રમુખની પત્ની અને ભાજપ મહામંત્રીના ભાઇને ટિકિટ મળી

વાપી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તા.પં.માં એક પણ ઉમેદવાર રિપિટ નહિ, સગાસંબંધીઓને ટિકિટ મળી

વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ભાજપના નેતાઓના સગા સંબંધીઓને પણ ટિકિટ ફાળવામાં આવી છે. તાં.પં.ના પ્રમુખ રાજેશ પટેલના પત્ની વાંસતિબેન પટેલને લવાછા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. વાપી તાં.ભાજપ મહામંત્રી રાકેશ પટેલના ભાઇને બલીઠા-1 રજનીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. જયારે તાલુકા ભાજપ કોષાઅધ્યક્ષ સંજય ડાયાભાઇ પટેલને વટારની બેઠક તથા તાલુકા ભાજપ મંત્રી જગદીશ મોહન હળપતિને છીરીની બેઠક ફાળવામાં આવી છે.

કોપરલી તાલુકા પંચાયતની બેઠક પર માજી તાલુકા ભાજપ પ્રમુખ નગીન પટેલના પુત્રવધુ જીનલ નિર્મલ કુમારને પણ ટિકિટ ફાળવામાં આવી છે. તાલુકા પંચાયતની વર્તમાન સભ્યોને રિપિટ ન કરી ભાજપે નવા ચહેરાને પ્રાધાન્ય આપ્યું છે. બીજી તરફ કરવડ,તંબાડી,કોપરલી બેઠક પર ભાજપમાં અસંતોષ હોવાની વાત પણ બહાર આવી રહી છે.

સરપંચોએ જિ.પં.ની ચૂંટણીમાં ઝંપલાવ્યુ
વાપીની 4 જિલ્લા પંચાયતોની બેઠકો પૈકી છરવાડા બેઠક પર ભાજપે રાતાના સરપંચ મિતેશ પટેલને ટિકિટ ફાળવી છે. લવાછાની બેઠક પર સરપંચ રાજેશ પટેલના પત્ની રંજનબેનને ટિકિટ અપાઇ છે. જયારે બલીઠા જિ.પં.ની બેઠક પર માજી સરપંચ રમેશ પટેલના પત્ની રમિલાબેન પટેલને ટિકિટ આપી છે.

88 ફોર્મ ગયા, એક પણ ફોર્મ ન ભરાયુ
વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 88 ફોર્મ ઉમેદવારો લઇ ગયાં છે. જયારે વાપી તાં.પં.માં આવતી ચાર જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ 17 ફોર્મ ઉમેદવારો લઇ ગયાં છે, પરંતુ ગુરૂવાર સાંજ સુધીમાં એક પણ ફોર્મ ભરાયુ ન હતું. જેથી શુુક્રવારે અને શનિવારે સૌથી વધારે ફોર્મ ભરાશે એવું લાગી રહ્યું છે. ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ ઉમેદવારો પણ વધશે એવી ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો