તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:2.60માંથી 2.41 લાખ લોકોએ કોરોના વેક્સિન લેતાં 93 ટકા સાથે વાપી તાલુકો પ્રથમક્રમે

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં વેક્સિનેશનના પ્રારંભથી વાપી તાલુકો લક્ષ્યાંકમાં આગળ ચાલી રહ્યો છે. રવિવારે ડીડીઓએ જાહેર કરેલા આંકડા નકકી કરેલા લક્ષ્યાંકમાં વાપી અને ઉમરગામ તાલુકામાં 90 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે.

વાપી અને ઉમરગામ તાલુકામાં સૌથી વધુ અન્ય રાજયના લોકો વસવાટ કરે છે. બંને તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના લોકો પહેલા વેક્સિન મુકાવવા અંગે ડરતા હતા, પરંતુ આજે સ્થિતિ એકદમ બદલાઇ ગઇ છે.કારણ કે રવિવારે જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કરેલી માહિતી મુજબ વસ્તીના આધારે વાપી અને ઉમરગામ તાલુકામાં 90 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. વલસાડ તાલુકામાં 88 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. કપરાડા અને ધરમપુર તાલુકામાં વેક્સિનેશન ઝડપથી ચાલી રહ્યું છે. તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર મૌલિક પટેલે જણાવ્યું હતું કે વાપી તાલુકામાં 260429ના લક્ષ્યાંક સામે 241261 લોકોએ વેક્સિન લીધી છે. 93 લક્ષ્યાંક સાથે વાપી તાલુકો વેક્સિનેશનમાં પ્રથમક્રમે છે. વાપી તાલુકામાં ચાલી રહેલા વેક્સિનેશન કેમ્પોના કારણે ઝડપથી રસીકરણ થઇ રહ્યું છે. લોકો હવે સામેથી વેક્સિન મુકાવવા આવી રહ્યાં છે. જોકે વાપી શહેર અને તાલુકામાં અત્યાર સુધીમાં અન્ય વિસ્તારની તુલનાએ સૌથી વધુ વેક્સિનેશન થયું છે.

વાપીમાં આજે લોકોને અહી વેક્સિન મળી રહેશે
વાપી અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય અધિકારી સી.પાંડેએ જણાવ્યું હતું કે સોમવારથી બે -ત્રણ દિવસ વાપી ટાઉન મોરારજી સર્કલ, વીઆઇએ હોલ, ડુંગરા આરોગ્ય કેન્દ્ર ,ભાનુશાલી વાડી ચણોદ કોલોની ,ચલા ઝોન કચેરી સહિતની જગ્યા પર કોવિશિલ્ડ વેક્સિનના પ્રથમ અને સેકન્ડ ડોઝ લોકોને મળી રહેશે. આ ઉપરાંત કેમ્પોના માધ્યમથી પણ વધારેમાં વધારે લોકોને વેક્સિન મ‌ળી રહે તે મુજબ આયોજન કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...