તસ્કરી:વાપી સ્ટેશને મહિલાનું પર્સ ચોરી એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેનમાં ચઢતી વખતે તસ્કરે પર્સ ચોર્યું હતું

વાપીથી ટ્રેનમાં બેસી વડોદરા જવા નીકળેલી મહિલાને નિશાનો બનાવી તસ્કરો પર્સ ચોરી ફરાર થઇ ગયા હતા. જેમાં રોકડા રૂપિયા અને એટીએમ કાર્ડ પણ હતા. આટલું જ નહી તસ્કરો વાપી સ્ટેશન બહાર આવેલા એટીએમ માંથી રૂપિયા કાઢી લેતા આ અંગે વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. વાપીના લવાછા ખાતે અમ્બીકા પાર્કમાં રહેતા 34 વર્ષના વૈશાલી છોટુ ચૈતઇ 11 સપ્ટેમ્બરના રોજ પુત્ર રૂદ્ર અને મિત્ર નિશાબેન બારીયા સાથે વડોદરા જવા નીકળ્યા હતા.

વાપી સ્ટેશનથી સવારે 7.25 વાગે બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના ડી-2 કોચમાં બેસ્યા બાદ ટિકિટ ઓનલાઇન કઢાવવાથી નિશાબેનને તેના રૂપિયા આપવા વૈશાલીબેને ટ્રેન ઉપડ્યાના 10 મિનિટ બાદ મોટુ લેડીઝ પર્સમાંથી બીજુ કચ્છી વર્ક મનીપર્સ જોતા તે અંદર દેખાયું ન હતું. ટ્રેનમાં ચઢતી વખતે કોઇ અજાણ્યા ઇસમે ચેઇન ખોલી મનીપર્સ ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.

થોડા સમય બાદ પતિ છોટુએ ફોન પર જણાવેલ કે, વાપી સ્ટેશન બહાર આવેલ એટીએમ માંથી રૂ.9000, 6000 અને 500 કોઇ કાઢી રહ્યો છે. પર્સમાંથી રોકડા રૂ.3000 અને આધારકાર્ડ તેમજ એટીએમમાંથી રૂ.15500 કાઢી લેતા તાત્કાલિક 139 ઉપર કોલ કરતા સુરત રેલવે સ્ટેશને પોલીસ કર્મીઓએ વડોદરામાં પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...