કાર્યક્રમ:વાપી સોશિયલ ગ્રુપે વૃક્ષારોપણ- વિતરણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપી સોશ્યિલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના કિરણ રાવલ તરફથી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ તેમજ નાના ફૂલના છોડવાઓનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

સોશિયલ ગ્રુપના કિરણ રાવલ તરફથી વાપી હાઈવે દમણગંગા પુલની આજુબાજુના વિસ્તારમાં તેમજ વાપી રોફેલ કોલેજની બાજુમાં લગભગ 46 જેટલા નાના વૃક્ષોનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં નીલગીરી, અયદુષિ, લીમડો હતા. તદ્ ઉપરાંત આ ટ્રસ્ટ ગ્રૂપ તરફથી લગભગ 216 જેટલા નાના ફુલના રોપાઓનું વિનામૂલ્યે વાપીની પર્યાવરણ પ્રેમી જનતાને વિતરણ કરવામાં આવ્યું હતું.

વાપીની જનતાને વધુ વધુ વૃક્ષારોપણ કરવા અને વૃક્ષારોપણ કરવાથી થતા ફાયદા સમજાવ્યા હતા. આ ફૂલના છોડવામાં વિતરણમાં મુખત્વે મોગરો, બારમાસી, ગુલાબ, જસવંતી, આસોપાલવ હતા. આમ આ ટ્રસ્ટ ગ્રુપના સભ્ય અને હંમેશા સમાજ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ધાંત પર નિસ્વાર્થ સમાજ સેવા કરતા આવેલા કિરણ રાવલ તરફથી ગત વર્ષોમાં પણ વાપીની આજુબાજુમાં આવેલી અલગ અલગ શાળાઓમાં તેમજ વાપી ટાઉન પોલિસ ચોકીમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો કરી ચુક્યા છે.

સોશિયલ ગ્રુપ ટ્રસ્ટ સતત છેલ્લા ચાર વર્ષથી પર્યાવરણ દિવસના દિવસે વૃક્ષારોપણ તેમજ ફૂલોના નાના છોડવાઓ લોકોમાં વિનામૂલ્યે વિતરણ થતું આવતું રહ્યું છે. આમ ટ્રસ્ટ ગ્રુપ તરફથી છેલ્લા 4 વર્ષમાં લગભગ 350 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેમજ 1600થી વધુ નાના ફુલના રોપાઓનું વીના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. જે આ વતાવરણ માટે અને વાપીની જનતા માટે આ ગરમીમાં અશિરવાદ રૂપ અને ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...