સફળતા:વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીઓ GTUમાં પ્રથમ

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમ. ફાર્મસી ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર

જીટીયુ દ્વારા એમ. ફાર્મસી, ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું છે. એમ. ફાર્મસી ચોથા સેમેસ્ટરનું પરિણામમાં સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની પટેલ દૃષ્ટિ અનુપભાઈ જીટીયુમાં એમ.ફાર્મમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એમ. ફાર્મસીની ક્વોલિટી એસ્યુરન્સ શાખામાં એસ. પી. આઈ વાઈઝ અને સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા પટેલ દ્રષ્ટિ અનુપ 10.00 એસ.પી. આઈ અને 9.14 સીપીઆઈ સાથે યુનિવર્સીટીમાં પ્રથમક્રમે, પારેખ કલગી દિવ્યેશ 10.00 એસપીઆઈ અને 9.05 સીપીઆઈ સાથે ત્રીજા ક્રમે અને પટેલ હેમાંગીની અરવિંદ 9.20 એસપીઆઈ અને 8.80 સીપીઆઈ સાથે આઠમો ક્રમ મેળવેલ છે.

અન્ય સમાચારો પણ છે...