તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:વાપી વાસીઓ પોતાના વિસ્તારમાં 14 ઓગષ્ટ સુધી વૃક્ષારોપણ કરાવી શકશે

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ 5 જુનથી 14 ઓગષ્ટ સુધી નિશુલ્ક વૃક્ષારોપણ કરશે

વાપી પાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વૃક્ષારોપણના ડ્રાઇવની જાહેરાત કરવામાં આવી છે. 5 જુનથી આગામી 14 ઓગષ્ટ સુધી શહેરીજનો ફોન કરીને પોતાના ઘરની આસ-પાસ િન:શુલ્ક વૃક્ષારોપણ કરાવી શકશે. શનિવારે વિશ્વ પર્યાવરણ દિવસે પારડી ધારાસભ્ય અને પાલિકાના પદાધિકારીઓની હાજરીમાં ઓન કોલ વૃક્ષારોપણનો પ્રારંભ કરાયો હતો.

વાપી પાલિકા દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે લખમદેવ તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. પારડી ધારાસભ્ય અને માજી જિ.ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, કારોબારી ચેરમેન દિલીપભાઇ દેસાઇ, પાણી સમિતિના ચેરમેન- શહેર ભાજપ પ્રમુખ સતિષભાઇ પટેલ, ચીફ ઓફિસ દર્પણ ઓઝા હાજર રહ્યા હતાં. આ પ્રસંગે સરકારની યોજના હેઠળ રેગપિકર્સને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે સફાઈ અંગેની કીટનું પણ વિતરણ કરાયુ હતું.

નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 જુનથી 14 ઓગષ્ટ સુધી ઓન કોલ વૃક્ષારોપણ કરવા માટેની સુવિધા પણ શરૂ કરવામાં આવી હતી. જેમાં વાપી નગરપાલિકા વિસ્તારનો નાગરિક પોતાની પ્રિમાઈસિસમાં વૃક્ષારોપણ કરવા માટે નગરપાલિકાના મો. 9727774580 ઉપર (કચેરી સમય દરમ્યાન) કોલ કરી વૃક્ષારોપણ કરાવી શકશે. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણની ડ્રાઇવ ચલાવામાં આવે છે. જો કે છોડો રોપાયા બાદ માવજત વ્યવસ્થિત થાય તે જરૂરી છે. કારણ કે વૃક્ષારોપણ બાદ છોડો મોટા થવાની સંભાવના ઓછી રહે છે.

અન્ય સમાચારો પણ છે...