મતગણતરીનો પ્રારંભ:વાપી PTC કોલેજમાં મતગણના, સાંજે 7 સુધીમાં પરિણામ આવશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 હોલમાં મતગણતરીની વ્યવસ્થા ગોઠવાઇ, સવારે 9થી પ્રારંભ થશે

વાપી તાલુકાની 22 ગ્રામ પંચાયત માટે કુલ 80232 પૈકી 58848 મતદારોએ મત્તાધિકારનો ઉપયોગ કરતાં 73.35 ટકા મતદાન નોંધાયુ હતું. હવે મંગળવારે વાપી પુરૂષ અધ્યાપન મંદિર (પીટીસી કોલેજ) ખાતે સવારે 9 કલાકે મતગણતરીનો પ્રારંભ થશે.

કુલ 6 હોલમાં 22 પંચાયતોની મતગણતરી કરવામાં આવશે. બેલેટ પેપેરના કારણે પરિણામમાં વિલંભ થશે, પરંતુ વાપી તાલુકાની ઓછી પંચાયતોની ચૂંટણી હોવાથી સાંજે 7 વાગ્યા સુધીમાં પરિણામ આવી જાય તેવી સંભાવના છે. ચૂંટણી અધિકારીઓએ સોમવારે સાંજે મતગણતરીની તમામ કામગીરીને આખરી ઓપ આપ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પંચાયતોની મતગણતરી અહીં થશે

  • હોલ નં. 1માં ચૂંટણી અધિકારી ધર્મેશ પટેલની અધ્યક્ષતામાં રાતા,વટાર, કોપરલી,કરવડ
  • હોલ નં.2માં ચૂંટણી અધિકારી હરિશ પટેલની હાજરીમાં કરમખલ,નાની તંબાડી,લવાછા મોટી તંબાડી
  • હોલ નં.3માં ચૂંટણી અધિકારી કપિલ સોલંકીની હાજરીમાં ચીભડકચ્છ,કુંતા, સલવાવ
  • હોલ નં.-4 ચૂંટણી અધિકારી ધીરૂ પટેલની હાજરીમાં કોચરવા, છરવાડા, છીરી
  • હોલ નં-5મા મનિષ પાઠકની હાજરીમાં કવાલ, નામધા,ચંડોર, દેગામ,પંડોર વંકાછ
  • હોલ નં.6માં મહેન્દ્ર પટેલની હાજરીમાં મોરાઇ,બલીઠા અને ચણોદ પંચાયતની ગણતરી થશે
અન્ય સમાચારો પણ છે...