તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:ડાભેલની ક્રિએટિવ કંપનીના મેનેજર સાથે 2 દારૂમાં ઝડપાયા, વાપી પોલીસે 34,500ના દારૂ સાથે કાર કબજે કરી

વાપી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી ટાઉન પોલીસે ડાભેલ ચેકપોસ્ટથી ચેકિંગ દરમિયાન ઇનોવા કારમાં લઇ જવાતા દારૂ સાથે ડાભેલ સ્થિત ક્રિએટિવ કંપનીના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વાપી ટાઉન પોલીસના કર્મીઓ શુક્રવારે ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન દમણ તરફથી આવતી ઇનોવા કારને અટકાવી અંદર ચકાસણી એક બેગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આશરે કુલ રૂ.34,500નો દારૂ કબજે લઇ ચાલક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ પૈકી વેંકટ રમન ઉ.વ.64 રહે.ચલા શિવાલીક હાઇટ્સ દમણના ડાભેલ સ્થિત ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જ્યારે અભિષેક શર્મા ઉ.વ.23 રહે. સેલવાસ એ જ કંપનીમાં ક્વોલિટી ઇન્ચાર્જ છે. તે સાથે સાહેબરાવ કાટકે રહે.છરવાડા ટેમ્પરરી ડ્રાઇવર તરીકે તેમની સાથે આવ્યો હતો. હાલ પોલીસે મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો