તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાકાબંધી:થર્ટી ફર્સ્ટે દારૂપીઘેલાઓનુંં સ્વાગત કરવા વાપી પોલીસે 3 હોલ બુક કર્યા, નાકાબંધી શરૂ, ગત વર્ષે 1200થી વધુ દારૂ પીધેલા ઝડપાયા હતા

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

વાપીમાં થર્ટી ફર્સ્ટ ઉજવીને આવતા દારૂના આરોપીઓ માટે ત્રણ હોલ બુક કરી દેવાયા છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે આ ખાસ વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.થર્ટી ફર્સ્ટમાં દર વર્ષે સંઘપ્રદેશમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા આરોપીઓને પોલીસ સ્ટેશને કસ્ટડીમાં રાખી કાર્યવાહી હાથ ધરાતી હતી. જોકે કોરોના કાળને ધ્યાને લઇ જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ પોલીસ મથક માટે હોલ-વાડી ફાડવામાં આવી છે.

જ્યાં આરોપીઓને સોશ્યિલ ડિસ્ટન્સીંગ સાથે રાખવામાં આવશે અને ત્યાં જ તેઓ સામે કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરાશે. દર વર્ષે વાપી ટાઉન, જીઆઇડીસી અને ડુંગરા પોલીસ દ્વારા સંઘપ્રદેશ દમણ અને દાનહથી થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા 1000થી 1200 લોકોની ધરપકડ કરાય છે.

જ્યારે તેમને રાખવા માટે કસ્ટડી ભરાઇ જતા પોલીસ સ્ટેશનના ઉપર-નીચે ખાલી પડેલી જગ્યામાં બેસાડવાની નોબત આવતી હોય છે. આ વખતે વાપી ટાઉનમાં ઝડપાયેલા આરોપીઓને સીનિયર સીટીઝન હોલ, જીઆઇડીસીના આરોપીઓને વીઆઇએ હોલ અને ડુંગરાના આરોપીઓને છરવાડા ગામ સ્થિત ઓસવાલ સમાજની વાડીમાં રાખવાની તૈયારી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો