બદલી:વાપી પાલિકા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે ચીફ ઓફિસરની વ્યારામાં બદલી

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી આયોગે ભલામણ કરતાં બદલી થઇ હોવાની ચાલી રહેલી ચર્ચા

વાપી પાલિકાની ચૂંટણીની આચારસંહિતાના અમલ વચ્ચે ચીફ ઓફિસર દર્પણ ઓઝાની બદલી વ્યારા નગરપાલિકામાં કરાઈ છે. વાપી પાલિકાના ચીફ ઓફિસર તરીકે દર્પણ ઓઝા છેલ્લા થોડા વર્ષોથી ફરજ બજાવી રહ્યાં છે. વલસાડ અને પારડીમાં પણ ઇન્ચાર્જ તરીકે ચાર્જ પણ અમુક સમયે આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે 3 વર્ષે ચીફ ઓફિસરોની બદલી થતી હોય છે, પરંતુ હાલ થોડા દિવસો પહેલાં જ રાજય સરકારે ચીફ ઓફિસરોનિ બદલીના ઓર્ડર કર્યા છે.

જેમાં વાપી પાલિકાના ચીફ ઓફિસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ હાલ પાલિકાની 28 નવેમ્બરે યોજાનાર ચૂંટણી પૂર્વે આદર્શ આચારસંહિતા અમલી હોવા છતાં પણ ચીફ ઓફિસર દર્પણ ઓઝાની બદલી વ્યારા ખાતે કરવામાં આવી છે. આ ઓર્ડરને લઇ અનેક તર્ક-વિર્તક થઇ રહ્યાં છે. પાલિકાના ચીફ ઓફિસરની બદલી માટે કોઇએ ફરિયાદ કરી છે કે પછી ચૂંટણીપંચે નિરીક્ષણ બાદ ભલામણ કરી છે તે રહસ્ય છે. આમ વાપી પાલિકાની ચૂંટણી પહેલા ચીફ ઓફિસર દર્પણ ઓઝાની બદલી વ્યારા કરાતાં પાલિકા વતૂર્ળમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

વ્યારાના સીઓ શૈલેષ પટેલ વાપી મુકાયા
વાપી પાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાની વ્યારા નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવી છે. જયારે વ્યારા પાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલને વાપી પાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પાલિકાના ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ વાપી શહેરના અનેક પ્રોજેકટોને ગતિ આપવાની કામગીરીમાં જોતરાયા હતાં.ચૂંટણી ટાણે બદલીથી લોકોમાં પણ ઐશ્વર્ય ફેલાયું છે.

અન્ય સમાચારો પણ છે...