તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મરામત્ત:વાપી પાલિકા પ્રમુખ વિસ્તારનો માર્ગ બન્યો, ફુટપાથ તૂટેલી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.50 કરોડના ખર્ચે રોડ, પેવર બ્લોક, ડિવાઇડર સહિતની કામગીરી પૂર્ણ કરાઇ

વાપી પાલિકા પ્રમુખના ઘર આગળના છરવાડા રોડને વિકસાવાની કામગીરી પૂર્ણ થઇ છે. 5 માસ પહેલા આ કામગીરી પૂર્ણ થયા બાદ હાલ કેટલાક સ્થળોએ તુટેલી ફુટપાથ જોવા મળી રહી છે. જેના કારણે સમગ્ર પ્રોજેકટની શોભા ખરાબ થઇ રહી છે. જો કે પાલિકા પ્રમુખે તૂટેલી ફુટપાથ સહિતની કામગીરી આયોજનમાં હોવાનું જણાવ્યુ હતું.

વાપી પાલિકા વિસ્તારમાં કોરોના કાળના કારણે અનેક પ્રોજેકટો અટવાયા છે. આગામી સમયમાં પાલિકાની ચૂંટણી હોવા છતાં પણ કામો કોરોનાના કારણે થઇ શક્યા નથી. ત્યારે પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલના વોર્ડ નં.4માં છરવાડા રોડને વિકસાવાની કામગીરી પાંચ મહિના અગાઉ કરવામાં આવી હતી. અંદાજે 1.50 કરોડના ખર્ચે રોડ,પેવર બ્લોક,ફુટપાથ અને ડિવાઇડરની કામગીરી સાથે છરવાડા રોડને વિકસાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હાલ આ માર્ગ પર કેટલાક ભાગોમાં ફુટપાથ તુટેલી હાલતમાં છે. જેના કારણે આ રોડની શોભા ભગડી રહી છે. બીજી તરફ પાલિકા પ્રમુખના મતે મરામત્ત કામગીરીનું આયોજન કરી દેવાયુ છે. કરોડો રૂપિયાનું આધણ કરવા છતાં પણ ફુટપાથ થોડા જ સમયમાં તૂટી જતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

મરામત્ત કામગીરીનું આયોજન થઇ ચુક્યુ છે
છરવાડા રોડ પર નવા કામોમાં કોઇ પણ સ્થળે ગાબડા પડયા નથી, ફુટપાથ તૂટેલી હાલતમાં છે. જેની મરામત્ત કામગીરીનું આયોજન કરી દેવામાં આવ્યુ છે. થોડા દિવસોમાં અહી મરામત કામગીરી પૂર્ણ કરી દેવાશે. ડિવાઇડરની વચ્ચે છોડો રોપવાનું પણ આયોજન પાલિકાએ કરી દીધુ છે. > વિઠ્ઠલ પટેલ, પ્રમુખ,પાલિકા,વાપી

અન્ય સમાચારો પણ છે...