બંધ લાઇટોનો પ્રશ્ર ઉકેલાશે:વાપી નોટિફાઇડ વિસ્તાર 1295 એલઇડી લાઇટથી સજ્જ થયો

વાપી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3.70 કરોડના ખર્ચે નોટિફાઇડમાં નવી લાઇટો શરૂ

વાપી જીઆઇડીસી એસ્ટેટમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેવાનો પ્રશ્ર લાંબા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ આ સમસ્યા નહિ આવે તેવો દાવો થઇ રહ્યા છે. કારણ કે વાપી નોટિફાઇડ વિસ્તારમાં 3.70 કરોડના ખર્ચે 1295 એલઇડી લાઇટ નાખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રવિવારે નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ એલઇડી લાઇટના પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ વાપી નોટિફાઈડ વિસ્તાર એલઇડી લાઇટથી સજ્જ થયો છે.

વાપી નોટિફાઇડ દ્વારા વાપી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એલઇડી સ્ટ્રીટલાઈટ ફિટિંગ અને સંલગ્ન એસેસરીઝ સાથેનો પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવ્યો છે. 1295 એલઇડી નવી લાઇટો નાખવામાં આવે છે. હોટ ડીપ ગેલ્વેનાઈઝ્ડ અષ્ટકોણ પ્રકારનો સ્ટ્રીટલાઈટ પોલ 3 વર્ષની ફ્રી મેઈન્ટેનન્સ ગેરંટી પીરિયડનો સમાવેશ થાય છે. જેથી હવે વાપી ગુંજન અને ચણોદ હાઉસિંગ એરિયા (ઝોન,1,2)એલઇડી લાઇટથી ઝણહળી ઉઠશે. રવિવારે રાજ્યના નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ એલઇડી લાઇટોનું લોકાર્પણ કર્યુ હતું.

આ પ્રસંગે વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ સેક્રેટરી સતિષ પટેલ,વાપીના ઉદ્યોગપતિ એ.કે.શાહ, વીઆઇએ એડવાઇઝરી બોર્ડના મેમ્બર મિલનભાઇ દેસાઇ, જીઆઇડીસી નોટિફાઇડના અધિકારીઓ હાજર રહ્યા હતાં. એલઇડી લાઇટોનું ત્રણ દિવસ ટેસ્ટિંગ બાદ નાણામંત્રીએ એલઇડી લાઇટના પ્રોજેકટને ખુલ્લો મુક્યો હતો. રાત્રે દરમિયાન હવે બંધ લાઇટના પ્રશ્રો નહિવત જેવા થઇ જશે. આમ લાંબા સમય પછી નોટિફાઇડ વિસ્તારમાં એલઇડી લાઇટ આધુનિક નવી સિસ્ટમ સાથે સજજ થશે.

અન્ય સમાચારો પણ છે...