ઝૂંબેશ શરૂ:વાપી નપાએ વેરો ન ભરતાં 400 મિલકતધારકોને નોટિસ

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડિસેમ્બર સુધીમાં વેરા વસુલાતનો 78 ટકા લક્ષ્યાંક પૂર્ણ થયો

વાપી પાલિકાએ વેરા વસુલાતનું લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકીદારોને નોટિસ આપવાનું શરૂ કરાયું છે. પ્રથમ તબક્કે લાંબા સમયથી વેરો ન ભરતાં વોર્ડ નં. 1, 9,10ના 400 જેટલા મિલકત ધારકોને પાલિકાએ નોટિસ ફટકારી છે. વાપી પાલિકાનું વર્ષ દરમિયાનનું કુલ માગણું 12.58 કરોડ છે. ડિસેમ્બર પૂર્ણ થતાં હવે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં વેરા વસુલાતના લક્ષ્યાંકને 100 ટકા નજીક પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધીમાં કુલ માંગણાના 78 ટકા વેરા વસુલાત થઇ છે. પરંતુ લાંબા સમયથી વેરો ન ભરતાં મિલકત ધારકો સામે કાર્યવાહી પાલિકાએ શરૂ કરી છે.

જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વેરા વસુલાત વિભાગે વોર્ડ નં. 1, 9,10ના 400 જેટલા મિલકત ધારકોને પાલિકાએ નોટિસ ફટકારી છે. જેને લઇ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. આ નોટિશમાં હાઉસ ટેક્સ ભરવામાં ન આવે તો પાણી કનેકશન કાપવા અને મિલકત જપ્તી સુધીની કાર્યવાહીની ચિમકી કરાશે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે તબક્કાવાર નોટિસ ઇસ્યુ કરવાની પ્રક્રિયા જારી રહેશે.

જાન્યુઆરીથી માર્ચ સુધી ઝુંબેશ ચાલશે
કોરોનામાં અગાઉ મિલકત ધારકોને સરકારે થોડી માફી આપી હતી. જેમાં કેટલાક મિલકત ધારકો વંચિત રહી ગયા હતાં. આ મિલકત ધારકોને માફી આપવા અંગેની અનેક ચર્ચાઓ થઇ હતી, પરંતુ હજુ સુધી માફી મળી શકી નથી. હવે જાન્યુઆરીથી માર્ચ સુધી પાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા વસુલાતની ઝુંબેશ ચાલશે. મિલકત સિલ સુધીની કાર્યવાહી પાલિકા કરશે.

ઓનલાઇન પણ વેરો ભરી શકાશે
કોરોનાના કારણે સરકારી કચેરીમાં વધારે ભીડ ન થાય તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. મિલકત ધારકો ઘરે બેસીને ઓનલાઇન વેરો ભરી શકે તેવી સુવિધા પાલિકાએ ગોઠવી છે. જેથી મિલકત ધારકોએ કચેરી સુધી લંબાવવાની જરૂર પડશે નહિં.

અન્ય સમાચારો પણ છે...